________________
ઉત્તરાધ્યયનસૂત્ર
१०/१ दुमपत्तए पंडुरए जहा,
निवडइ राइगणाण अच्चए । एवं मणुआणं जीवि, समयं गोयम ! मा पमायए ॥८३॥
પીળું પડેલું પાંદડું જેમ ખરી પડે છે, તેમ માણસનું જીવન પણ દિવસો જતાં ખૂટી પડે છે. હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. ९/५८ सुवण्णरुप्पस्स उ पव्वया भवे,
सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणंतिया ॥८४॥
સોના-રૂપાના કૈલાસપર્વત જેટલા અસંખ્ય ઢગલા કરો તો પણ લોભી માણસને તેનાથી સંતોષ નહીં થાય. કારણકે ઇચ્છા આકાશ જેટલી અનંત છે. ८/१७ जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्डइ ।
दोमासकयं कज्जं, कोडिए वि न निट्ठियं ॥८५॥
જેમ લાભ થાય, તેમ લોભ વધે. લાભથી લોભ વધે છે. બે માસા માગવા ગયો, પણ કરોડથી પણ સંતોષ ન थयो.