________________
ઉત્તરાધ્યયનસૂત્ર
૫
१/१९ नेव पल्हत्थियं कुज्जा, पक्खपिंडं व संजए ।
पाए पसारिए वा वि, न चिढे गुरुणंतिए ॥१०॥
સાધુ ગુરુ સમક્ષ પગ પર પગ ચડાવીને કે બે હાથની વચ્ચે બે ઢીંચણ કરીને કે પગ લાંબા કરીને ન બેસે. १/१२ मा गलिअस्सेव कसं, वयणमिच्छे पुणो पुणो ।
कसं व दट्ठमाइन्ने, पावगं परिवज्जए ॥११॥
ગળિયો ઘોડો જેમ ચાબૂક વિના ન ચાલે, તેમ વારંવાર ગુરુને કહેવું પડે તેમ ન કરે. જેમ સુશિક્ષિત ઘોડો ચાબૂક જોઈને જ અસવારની ઇચ્છા પ્રમાણે કરે, તેમ ગુરુની ઇચ્છાથી જ પાપ
છોડવા.
१/३८ खड्डुगा मे चवेडा मे, अक्कोसा य वहा य मे ।
कल्लाणमणुसासंतं, पावदिहित्ति मन्नइ ॥१२॥
ગુરુ જ્યારે અનુશાસન કરે, ત્યારે પાપી શિષ્ય - “મને કઠોર વચનો કહ્યા, આક્રોશ કર્યો, લાફો માર્યો, માથું” એમ માને છે. १/३९ पुत्तो मे भाइ णाइ त्ति, साहू कल्लाण मन्नइ ।
पावदिट्ठी उ अप्पाणं, सासं दासं व मन्नइ ॥१३॥
સુસાધુ, “ગુરુ પોતાને પુત્ર-ભાઈ કે સ્વજનની જેમ માને છે', તેવું માને છે. પાપી શિષ્ય “પોતાને ગુરુ નોકર-દાસ માને છે', તેવું માને.