________________
આવશ્યકનિયુક્તિ
તેમ, પ્રભુએ કહેલા વેશને જોઈને નમનારને વિપુલ નિર્જરા થાય છે. જો ગુણહીનને પણ વિશુદ્ધ ભાવથી (આજ્ઞાનુસારે) વંદન કરે. (તો પણ વિપુલ નિર્જરા થાય છે.)
११२५ अपुव्वं दट्टू, अब्भुट्ठाणं तु होइ कायव्वं ।
૫
साहुंमि दिट्ठपुव्वे, जहारिहं जस्स जं जोग्गं ॥१६॥
નવા (અપરિચિત) સાધુને જોતાં જ અભ્યુત્થાન કરવું. પરિચિત સાધુને જોઈને જેને જે યોગ્ય હોય તે કરવું. (સંયમીને વંદન કરવા, અસંયમીને નહીં.)
११२६ मुक्कधुरासंपागडसेवी - चरणकरणपब्भट्ठे ।
लिंगावसेसमित्ते, जं कीरइ तं पुणो वोच्छं ॥१७॥
સંયમને તજી દેનાર, પ્રગટપણે અનાચાર સેવનાર, ચરણ-કરણથી ભ્રષ્ટ, માત્ર વેશધારીને વિશે જે કરાય, તે કહું છું... ११२७ वायाइ नमोक्कारो, हत्थुस्सेहो य सीसनमणं च ।
संपुच्छणऽच्छणं, छोभवंदणं वंदणं वा वि ॥१८॥
(જરૂર મુજબ ક્રમશઃ) વચનથી નમસ્કાર, હાથ જોડવા, માથું નમાવવું, ખબર પૂછવા, પાસે બેસવું, થોભવંદન અને વિધિવત્ વંદન...
११२८ परियायपरिसपुरिसे, खित्तं कालं च आगमं नच्चा । कारणजाए जाए, जहारिहं जस्स जं जुग्गं ॥१९॥