________________
આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા
- પર્યાય, સભા, વ્યક્તિ, ક્ષેત્ર, કાળ, આગમ જાણીને, કારણવિશેષ ઉત્પન્ન થયું હોય તો જેને જે યોગ્ય હોય તે કરવું. ११२९ एताई अकुव्वंतो, जहारिहं अरिहदेसिए मग्गे ।
न भवइ पवयणभत्ती, अभत्तिमंतादओ दोसा ॥२०॥
અરિહંતે કહેલા માર્ગમાં યથાયોગ્ય આ બધું ન કરે તો શાસનની ભક્તિ થતી નથી અને તેને અભક્તિ વગેરે દોષો લાગે
છે.
११८९ जे जत्थ जया जइया, ऽबहुस्सुया चरणकरणपब्भट्ठा।
जं ते समायरंती, आलंबण मंदसड्डाण ॥२१॥
ચરણ-કરણ રહિત અબહુશ્રુતો જ્યાં, જ્યારે, જે આચરે છે, તેનું નબળી શ્રદ્ધાવાળા જીવો આલંબન લે છે.
११९० जे जत्थ जया जइया, बहुस्सुया चरणकरणसंपन्ना ।
जं ते समायरंती, आलंबण तिव्वसड्डाणं ॥२२॥
ચરણ-કરણ યુક્ત બહુશ્રુતો જ્યાં, જ્યારે જે આચરે છે, તેનું તીવ્ર શ્રદ્ધાવાળા જીવો આલંબન લે છે. १२६८ थोवाहारो थोवभणिओ य, जो होइ थोवनिदो य।
थोवोवहिउवगरणो, तस्स ह देवा वि पणामंति ॥२३॥