________________
આવશ્યકનિર્યુક્તિ
અલ્પ આહાર કરનાર, અલ્પ બોલનાર, અલ્પ નિદ્રાવાળા અને અલ્પ ઉપધિ-ઉપકરણવાળા(સાધુ)ને દેવો પણ નમસ્કાર કરે છે.
- પ્રતિક્રમણ - १२४४ आलोवणमालुंचन, वियडीकरणं च भावसोही य ।
आलोइयंमि आराहणा, अणालोइए भयणा ॥२४॥
અવલોકન (નિરીક્ષણ), આલુંચન (દોષ ઓળખવા), વિકટીકરણ (નાના-મોટાનું વિભાગીકરણ), ભાવશુદ્ધિ (નિવેદનપ્રાયશ્ચિત્ત) (આ ક્રમ છે.) આલોચન કરે તો આરાધના, અન્યથા ભજના.
– કાઉસ્સગ્ગ – १५३४ पायसमा ऊसासा, कालपमाणेण हुंति नायव्वा ।
एयं कालपमाणं, उस्सग्गे णं तु नायव्वं ॥२५॥
કાલપ્રમાણથી એક પાદ જેટલો ઉચ્છવાસ જાણવો. આ કાયોત્સર્ગમાં કાળનું માપ જાણવું. १५४८ वासीचंदणकप्पो, जो मरणे जीविए य समसण्णो ।
देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ॥२६॥
જે કરવતથી છોલનારને પણ સુગંધ આપનાર ચંદન જેવો, જીવન-મરણમાં સમભાવવાળો, શરીર પર રાગ વિનાનો છે, તેને સાચો કાઉસ્સગ્ન હોય છે.