________________
આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા
१५५१ काउस्सग्गे जह सुट्ठियस्स, भज्जंति अंगमंगाई ।
इय भिदंति सुविहिया, अट्ठविहं कम्मसंघायं ॥२७॥
જેમ કાઉસ્સગ્નમાં રહેલાનું શરીર તૂટે છે, તેમ સુવિહિત સાધુઓ આઠ કર્મોનો પણ નાશ કરે છે.
~ श्रीभद्रबाहुस्वामिविरचिता ओघनियुक्तिः -
भा.५ चत्तारि उ अणुओगा, चरणे धम्मगणिआणुओगे य ।
दवियणुओगे य तहा, अहक्कम ते महिड्डीया ॥२८॥
ચાર અનુયોગ છે. ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ. અનુક્રમે તે વધુ વધુ મહાન છે. भा.६ सविसयबलवत्तं पुण,
जुज्जड़ तहवि अ महिड्डिअं चरणं । चारित्तरक्खणट्ठा, जेणिअरे तिन्नि अणुओगा ॥२९॥
દરેક અનુયોગ પોતાના વિષયમાં બળવાનું છે. છતાં ચરણકરણાનુયોગ વધુ મહાનું છે; કારણ કે બાકીના ત્રણે અનુયોગ ચારિત્રની રક્ષા માટે જ છે. भा.७ चरणपडिवत्तिहेउं, धम्मकहा कालदिक्खमाईआ ।
दविए दंसणसुद्धी, सणसुद्धस्स चरणं तु ॥३०॥