________________
યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા
२८६ भुक्ते द्विदले निर्लेप्य, मुखं करं पात्रकञ्च दध्यादि ।
पात्रान्तरेण वाऽश्नाति, भोज्यमादौ सदा मधुरे ॥७४॥
કઠોળ વાપર્યા પછી મોઢું, હાથ અને પાનું - સાફ કરીને પછી જ અથવા બીજા પાત્રામાં દહીં વગેરે વાપરે. મધુર દ્રવ્યો હંમેશાં પહેલાં વાપરવા. २८७ परिशाटिरहितमभ्यवहरेत्, तथा सर्वमन्नमरसमपि ।
न ज्ञायते यथा भोजनप्रदेशः, तदितरो वा ॥७५॥
બેસ્વાદ પણ બધું વાપરી જાય અને ઢોળ્યા વગર તેવી રીતે વાપરે કે વાપર્યા પછી “અહીં જ વાપર્યું હતું કે નહીં?” તેની ખબર પણ ન પડે.
– ચંડિલભૂમિ – २९९ पूज्ये उत्तरपूर्वे, निशाचरेभ्यो भयञ्च याम्यायाम् ।
मुक्त्वा दिशां त्रयमिदं, स्थण्डिलभूप्रेक्षणं कुर्यात् ॥७६॥
ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય છે. દક્ષિણમાં નિશાચર વ્યંતર વગેરેનો ભય હોય. આ ત્રણ દિશા છોડીને ચંડિલભૂમિ
જુએ.
३०० अनापातसंलोकं, परस्यानौपघातिकम् ।
समं चाशुषिरं चैवाचिरकालतञ्च यत् ॥७७॥