________________
૩૮
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા
જેનું ગ્રહણ સામાન્યથી કરાય, પણ ઉપયોગ કારણે જ કરાય છે; તે ઓઘ ઉપધિ. જેનાં ગ્રહણ-ઉપયોગ બંને, કારણે જ કરાય છે, તે ઔપગ્રહિક ઉપધિ છે. १३२ हरइ रयं जीवाणं, बज्झं अब्भंतरं च जं तेण ।
रयहरणं ति पवुच्चइ, कारणकज्जोवयाराओ ॥२०॥
જીવોની બાહ્ય અને અત્યંતર (કર્મ)રજને જે હરે છે, તે કારણમાં કાર્યના ઉપચારથી રજોહરણ કહેવાય છે. २६० गुरुपच्चक्खाणगिलाणसेहमाईण पेहणं पुट्वि ।
तो अप्पणो पुव्वमहाकडाइं इअरे दुवे पच्छा ॥२१॥
પહેલાં આચાર્ય, અનશની, ગ્લાન, નૂતન દીક્ષિત વગેરેનું પડિલેહણ કરે, પછી પોતાનું કરે. (સર્વત્ર) પહેલાં યથાકત ઉપકરણનું કરે, પછી અલ્પ-બહુપરિકર્મ એ બંનેનું કરે. २६४ वसही पमज्जियव्वा, वक्खेवविवज्जिएण गीएण ।
उवउत्तेण विवक्खे, नायव्वो होइ अविही उ ॥२२॥
ગીતાર્થે ઉપયોગપૂર્વક, બીજા વ્યાપ વગર વસતિ પ્રમાર્જવી. (કાજો લેવો.) વ્યાક્ષેપથી કરવામાં અવિધિ જાણવો. २६५ सइ पम्हलेण मिउणा, चोप्पडमाइरहिएण जुत्तेणं ।
अव्विद्धदंडगेणं, दंडगपुच्छेण नऽन्नेण ॥२३॥
સદા કોમળ દશીવાળા, ચીકણા મેલ વિનાના, માપસરના, દાંડા સાથે બંધાયેલા દંડાસણથી કાજો લેવો, બીજા કોઈથી નહીં.