________________
39
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા
વિધિપૂર્વકના તે જ મંત્રો જેમ આ લોકમાં સફળ થાય છે, તેમ સૂત્ર પણ વિધિપૂર્વક કરવાથી પરલોકમાં નિયમાં સફળ થાય છે. १११४ धम्मत्थमुज्जएणं, सव्वस्स अपत्तिअं न कायव्वं ।
इअ संजमो वि सेओ, एस्थ य भयवं उदाहरणं ॥१७॥
ધર્મ માટે ઉદ્યત થયેલાએ કોઈને અપ્રીતિ થાય તેવું ન કરવું. સંયમ પણ એ રીતે જ કલ્યાણકર છે. આમાં પ્રભુ વીરનું ઉદાહરણ છે. २२२ मुत्तूण अभयकरणं,
परोवयारो वि नत्थि अण्णो त्ति । दंडिगितेणगणायं, न य गिहवासे अविगलं तं ॥१८॥
અભયદાનથી વધીને કોઈ પરોપકાર નથી - તે રાણીચોરના દષ્ટાંતથી પ્રસિદ્ધ છે. અને ગૃહસ્થનાસમાં સંપૂર્ણ અભયદાન શક્ય નથી. ८३८ ओहेण जस्स गहणं, भोगो पुण कारणा स ओहोही ।
जस्स उ दुगंपि निअमा, कारणओ सो उवग्गहिओ ॥१९॥
૧.
તાપસોને થતી અપ્રીતિના નિવારણ માટે પ્રભુ વીરે ચાતુર્માસમાં વિહાર કર્યો હતો.