________________
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા એકે કરેલું અકાર્ય, તેને અનુસરીને બીજો કરે. આમ, સુખશીલ જીવોની પરંપરાથી સંયમ-તપનો વિચ્છેદ થઈ જાય. (અનવસ્થા). ५९२ मिच्छत्तं लोअस्सा, न वयणमेयमिह तत्तओ एवं ।
वितहासेवण संका-कारणओ अहिगमेअस्स ॥१३॥
લોકોને મિથ્યાત્વ થાય. કારણકે વિપરીત આચરણ જોવાથી શંકા થાય કે “જૈન ધર્મમાં વાસ્તવિક રીતે આવું વચન નથી” અને એટલે વિપરીત કરનારને મોટું મિથ્યાત્વ લાગે. ५९३ एवं चऽणेगभविया, तिव्वा सपरोवघाइणी नियमा।
जायइ जिणपडिकुट्ठा, विराहणा संजमायाए ॥१४॥
આમ, અનેક ભવ સુધી સ્વ-પરને દુઃખજનક એવી, ભગવાને પ્રતિષિદ્ધ કરેલી, તીવ્ર સંયમવિરાધના-આત્મવિરાધના અવશ્ય થાય. ५९४ जह चेव उ विहिरहिया. मंताई हंदि णेव सिज्यति ।
होंति अ अवयारपरा, तहेव एवं पि विन्नेयं ॥१५॥
જેમ વિધિ વગર મંત્ર વગેરે સિદ્ધ ન થાય, પણ અપકાર કરે, તેમ (અવિધિથી) આ બધું (આજ્ઞાભંગ વગેરે) પણ જાણવું. ५९५ ते चेव उ विहिजुत्ता, जह सफला हुंति एत्थ लोअंमि ।
तह चेव विहाणाओ, सुत्तं नियमेण परलोए ॥१६॥