________________
૩૫
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા
અલિત, મિલિત, વ્યાવિદ્ધ, હીન, અત્યક્ષર વગેરે દોષવાળા ઉચ્ચારથી વંદન કરનારને અસામાચારી છે, તેમ શાસ્ત્રજ્ઞા છે. ३४८ आहरणं सिट्ठिदुर्ग,
जिणंदपारणगऽदाणदाणेसु । विहिभत्तिभावऽभावा, मोक्खंगे तत्थ विहिभत्ती ॥१०॥
પરમાત્માના પારણામાં દાન-અદાન, વિધિ અને ભક્તિ હોવા અને ન હોવામાં જીર્ણ અને અભિનવ શેઠનું દૃષ્ટાંત છે. વિધિપૂર્વકની ભક્તિ એ મોક્ષનું કારણ છે.
– આજ્ઞાભંગ વગેરે ચાર દોષો – ५९० जं केवलिणा भणियं, केवलनाणेण तत्तओ नाउं।
तस्सऽण्णहा विहाणे, आणाभंगो महापावो ॥११॥
કેવલજ્ઞાનીએ કેવલજ્ઞાનથી તાત્ત્વિક રીતે જાણીને જે કહ્યું છે, તેને અન્યથા કરવામાં આજ્ઞાભંગનું મહાપાપ છે. ५९१ एगेण कयमकज्जं, करेइ तप्पच्चया पुणो अन्नो ।
सायाबहुलपरंपर, वोच्छेओ संजमतवाणं ॥१२॥
૧.
અલિત = અટકવું, મિલિત = અક્ષરો ભેગા કરી દેવા. વ્યાવિદ્ધ = અક્ષરો આડાઅવળા કરવા. અત્યક્ષર = અક્ષરો વધારવા.