SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા नि.१२१ एते अकारणा संजयस्स, असमत्ततदुभयस्स भवे । ते चेव कारणा पुण, गीयत्थविहारिणो भणिआ ॥५६॥ આ બધા સૂત્ર-અર્થથી અસંપૂર્ણ સાધુને વિહારના અકારણો છે. અને તે જ, ગીતાર્થ સાધુને માટે કારણો છે. नि.१७३ समणाणं सउणाणं, भमरकुलाणं च गोउलाणं च । अनियाओ वसहीओ, सारइआणं च मेहाणं ॥५७॥ સાધુઓ, પક્ષીઓ, ભમરાના સમૂહો, ગોકુળ અને શરદ ઋતુના મેઘની વસતિ (રહેઠાણ) અનિયત - સતત બદલાતી હોય नि.१९८ मुत्तनिरोहे चक्खू, वच्चनिरोहे य जीवियं चयइ । उड्ढनिरोहे कोढे, गेलन्नं वा भवे तिसु वि ॥५८॥ મૂત્રને અટકાવી રાખવામાં આંખને નુકસાન થાય, મળને અટકાવી રાખવામાં પ્રાણ જાય. ઊર્ધ્વવાયુ અટકાવી રાખવામાં કોઢ થાય. અથવા ત્રણેમાં ગ્લાનિ-બિમારી આવે. नि.२२८ मज्जारमूसगाइ य, वारए नवि अ जाणुघट्टणया । दो हत्थे य अबाहा, नियमा साहुस्स साहूओ ॥५९॥ (સૂતી વખતે) ઉંદર-બિલાડાને અટકાવે. (તે માટે પાતરા નજીક રાખીને સૂવે.) પગ અડે નહીં, તે માટે થોડા દૂર (૨૦ અંગુલ) રાખે. સાધુનું સાધુથી અંતર બે હાથનું રાખવું.
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy