________________
આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા
नि.७५४ जे वि न वावज्जंति, नियमा तेसिंपि हिंसओ सो उ । सावज्जो उपओगेण, सव्वभावओ सो जम्हा ॥४२॥
૧૨
જે જીવો મરતા નથી, તેનો પણ તે અવશ્ય હિંસક છે, કારણકે તે (પ્રમાદ કરતો હોવાથી) મન-વચન-કાયાથી પાપ કરી રહ્યો છે.
नि.७५५ आया चेव अहिंसा, आया हिंस त्ति निच्छओ एसो ।
जो होइ अप्पमत्तो, अहिंसओ हिंसओ इयरो ॥४३॥ નિશ્ચયનયથી આત્મા જ અહિંસા છે, આત્મા જ હિંસા છે. જે અપ્રમત્ત છે, તે અહિંસક છે. જે પ્રમત્ત છે, તે હિંસક છે. नि.७६० जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स ।
सा होइ निज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥४४॥ શાસ્ત્રવિધિના જ્ઞાની, શુદ્ધ પરિણામથી યુક્ત અને યતનાવંતને જે વિરાધના થાય તેનું ફળ પણ નિર્જરા જ છે. नि.६१ वज्जेमित्ति परिणओ,
संपत्तीए विमुच्चई वेरा ।
अवहंतो वि न मुच्चइ, किलिट्टभावो त्ति वा जस्स ॥ ४५ ॥
હિંસાને છોડવાના પરિણામવાળો, હિંસા થાય તો પણ કર્મથી બંધાતો નથી. જેનો પરિણામ ક્લિષ્ટ-હિંસક છે, તે હિંસા ન કરે તો પણ કર્મ બંધાય છે.