________________
૧૧
ઓઘનિર્યુક્તિ
ઈર્યાસમિતિનંત જીવે ચાલવા માટે પગ ઉપાડ્યા પછી તે યોગના કારણે કોઈ જીવ મરે... नि.७५० न य तस्स तन्निमित्तो, बंधो सुहुमो वि देसिओ समए ।
अणवज्जो उपओगेण, सव्वभावेण सो जम्हा ॥३८॥
તો પણ તેને તેના કારણે સૂક્ષ્મ પણ કર્મબંધ કહ્યો નથી, કારણકે તે મન-વચન-કાયાથી સર્વ રીતે નિષ્પાપ છે. नि.७५१ नाणी कम्मस्स खयट्टमुट्ठिओऽणुट्ठिओ य हिंसाए ।
जयइ असढं अहिंसत्थं, उठ्ठिओ अवहओ सो उ॥३९॥
જે જ્ઞાની કર્મક્ષય માટે તત્પર છે, હિંસા માટે તત્પર નથી, કર્મક્ષય માટે અશઠપણે પ્રયત્ન કરે છે, અહિંસામાં તત્પર છે, તે અહિંસક જ છે. नि.७५२ तस्स असंचेअयओ, संचेययतो य जाइं सत्ताई ।
जोगं पप्प विणस्संति, नत्थि हिंसाफलं तस्स ॥४०॥
તેનાથી જાણતા કે અજાણતાં, યોગને કારણે જે જીવો મરે, તેની હિંસાનું પાપ તેને લાગતું નથી. नि.७५३ जो य पमत्तो पुरिसो, तस्स य जोगं पडुच्च जे सत्ता ।
वावज्जंते नियमा, तेसिं सो हिंसओ होइ ॥४१॥
જે પુરુષ પ્રમાદ કરે છે, તેના યોગને કારણે જે જીવો મરે છે, તેનો તે અવશ્યપણે હિંસક છે.