________________
આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા
કેટલાક આ બધા કારણોથી સમર્થ ગુરુની પણ ભક્તિ કરવાનું કહે છે. ગુરુની ભક્તિથી ગચ્છ અને શાસનની પણ ભક્તિ થાય છે. भा.१२७आयरियअणुकंपाए, गच्छो अणुकंपिओ महाभागो।
गच्छाणुकंपाए, अव्वोच्छित्ती कया तित्थे ॥५०॥
આચાર્યની ભક્તિથી મહાન્ એવા ગચ્છની ભક્તિ થાય છે. ગચ્છની ભક્તિથી શાસનનો અવિચ્છેદ કરેલો થાય છે. नि.२१६ तिण्णि दिणे पाहुन्नं, सव्वेसिं असइ बालवुड्डाणं ।
जे तरुणा सग्गामे, वत्थव्वा बाहिं हिंडंति ॥५१॥
બધા પ્રાથૂર્ણકની ત્રણ દિવસ ભક્તિ કરવી. બધાની ન થઈ શકે તો બાળ-વૃદ્ધની કરવી. ત્યારે યુવાન પ્રાથૂર્ણકો તે ગામમાં ગોચરી જાય, પહેલેથી ત્યાં રહેલા સાધુઓ ગામબહાર ગોચરી જાય. મા.૪૮ નફુ તા પાસથોસUU
कुसीलनिण्हवगाणंपि देसिअं करणं । चरणकरणालसाणं, सब्भावपरंमुहाणं च ॥५२॥
જો ચારિત્રપાલનમાં શિથિલ, શુભ ભાવથી રહિત એવા પાર્થસ્થ, અવસ, કુશીલ અને નિતવનું પણ (વેશધારી હોવાથી શાસનહીલના ન થાય તે માટે) વૈયાવચ્ચ કરવાનું કહ્યું છે..