________________
યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા
(પડિલેહણાદિરૂપ) સંયમની વૃદ્ધિ માટે, વૈયાવચ્ચ માટે, ભૂખની વેદના શમાવવા માટે, ઈર્યાસમિતિ પાળવા માટે, પ્રાણ ટકાવવા માટે અને ધર્મધ્યાન માટે... २७५ इति हेतुषट्कतोद्या भिक्षाऽपि,
न भुञ्जीत हेतुभिः षड्भिः । रोगोपशमनिमित्तं, राजाद्युपसर्गसहनार्थम् ॥६६॥
આ ૬ કારણે લેવાની ભિક્ષા, ૬ કારણે ન વાપરવી - રોગના શમન માટે, રાજાદિના ઉપસર્ગને સહન કરવા માટે.. २७६ तुर्यव्रतरक्षायै, वर्षादिषु जन्तुपालनकृते च ।
तपसे संन्यासादौ, तनुव्यवच्छेदनार्थञ्च ॥६७॥
બ્રહ્મચર્યની રક્ષા માટે, વરસાદ વગેરે હોય ત્યારે જીવદયા માટે, તપ માટે અને છેલ્લે અનશન વખતે શરીરત્યાગ માટે.. २७७ प्रथमप्रहरानीतं यतीनाम्, अशनादि कल्पते भोक्तुम् ।
आयामत्रयमुपरि तु, कालातिक्रान्तता तस्य ॥६८॥
સાધુને પહેલા પ્રહરમાં લાવેલ અનાદિ, ત્રણ પ્રહર સુધી વાપરવા કહ્યું. પછી કાલાતિક્રાંત થાય. २७८ तापक्षेत्राभावे, यदात्तमशनाद्यनुक्षते तरणौ ।
तद्धि क्षेत्रातीतं, न युज्यते जेमितुं यतीनाम् ॥६९॥