________________
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા १००६ निहाविगहापरिवज्जिएहिँ, गुत्तेहिं पंजलिउडेहिं ।
भत्तिबहुमाणपुव्वं, उवउत्तेहिं सुणेअव्वं ॥३१॥
નિદ્રા-વિકથા રહિત પણે, સંયમિત થઈને, હાથ જોડીને, ભક્તિ-બહુમાનપૂર્વક, ઉપયોગપૂર્વક સાંભળવું. १००७ अहिकंखंतेहिं सुभासिआई, वयणाई अत्थमहुराई ।
विम्हिअमुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं ॥३२॥
અર્થથી મધુર અને સુભાષિત વચનોને ઇચ્છતા વિસ્મિત વદને, હર્ષથી રોમાંચિત થઈને, ગુરુને આનંદ આપતા સાંભળવું. ९४४ ण य समइविगप्पेणं, जहा तहा कायमिणं फलं देइ।
अवि आगमाणुवाया, रोगचिगिच्छाविहाणं व ॥३३॥
સ્વમતિવિકલ્પથી જેમ તેમ કરેલ એ (શ્રવણાદિ આરાધના) ફળ ન આપે, પણ રોગની ચિકિત્સાની જેમ આગમાનુસારે કરવાથી જ ફળ આપે. ५६८ उम्मायं व लभिज्जा, रोगायंक व पाउणे दीहं ।
केवलिपन्नत्ताओ, धम्माओ वा वि भंसिज्जा ॥३४॥
અવિધિથી સ્વાધ્યાય કરવાથી ગાંડો થઈ જાય, મોટો રોગ લાગુ પડે, કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ પણ થાય. ५६९ लहुगुरुगुरुतरंमि अ, अविहिंमि जहक्कम इमे णेया।
उक्कोसगाविहीओ, उक्कोसो धम्मभंसो त्ति ॥३५॥