________________
૨૮
આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા
રાત્રિના પહેલા પહોરે (સૂત્ર) સ્વાધ્યાય કરે. બીજામાં ધ્યાન (અર્થચિંતન) કરે. ત્રીજા પહોરે સૂએ અને ઊઠે; ચોથા પહોરમાં ફરી સ્વાધ્યાય કરે. २६/१२ पढमं पोरिसि सज्झायं, बितियं झाणे झियायइ ।
तइयाए भिक्खायरियं, पुणो चउत्थीए सज्झायं ॥१०२॥
દિવસના પહેલા પહોરે (સૂત્ર) સ્વાધ્યાય કરે. બીજા પહોરે ધ્યાન (અર્થચિંતન) કરે. ત્રીજામાં ગોચરી વહોરે - વાપરે, ફરી ચોથા પહોરે સ્વાધ્યાય કરે. ११/२६ गिर नहेहिं खणह, अयं दंतेहिं खायह ।
जायतेयं पाएहिं हणह, जे भिक्खुं अवमन्नह ॥१०३॥
જો સાધુની આશાતના કરો છો, તો પર્વતને નખથી ખોદવાનું, લોખંડને દાંતથી ચાવવાનું કે ભડભડતા અગ્નિને લાત મારવાનું કામ કરો છો. १७/३ जे केइ उ पव्वइए, निद्दासीले पकामसो ।
भोच्चा पेच्चा सुहं सुयइ, पावसमणे त्ति वुच्चइ ॥१०४॥
જે દીક્ષિત થયા પછી વારંવાર સૂવાના સ્વભાવવાળા છે, ખાઈ-પીને સુખેથી સૂઈ જાય છે, તે પાપશ્રમણ કહેવાય છે. १७/१५ दुद्धदहीविगइओ, आहारेइ अभिक्खणं ।
अरए य तवोक्कमे, पावसमणे त्ति वुच्चइ ॥१०५॥