________________
ઉત્તરાધ્યયનસૂત્ર
૨૯
જે દૂધ-દહીં વગેરે વિગઈ વારંવાર વાપરે, તપમાં અરુચિવાળો હોય, તે પાપભ્રમણ કહેવાય છે. ૨૦/૪૪ વિરં તુ પીયે નદ વેત્રફૂલું,
हणेइ सत्थं जह कुग्गहीयं । एसेव धम्मो विसओववन्नो, हणेड वेयाल इवाविवन्नो ॥१०६॥
જેમ કાલકૂટ ઝેર પીવાથી કે ઊંધી રીતે પકડેલું શસ્ત્ર મારી નાખે છે, તેમ વિષયોમાં આસક્તિપૂર્વકનો દ્રવ્યસાધુધર્મ પણ નિરંકુશ વેતાલની જેમ નાશ કરનારો થાય છે. ९/३५ अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्जेण बज्झओ ? ।
अप्पाणमेव अप्पाणं, जइत्ता सुहमेहए ॥१०७॥
તારા આત્મા સાથે જ યુદ્ધ કર, બહારના સાથે યુદ્ધ કરવાથી શો ફાયદો? જાતે જ પોતાને જીતીને સુખી થા. ३/१२ सोही उज्जुयभूयस्स, धम्मो सुद्धस्स चिट्ठइ ।
निव्वाणं परमं जाइ, घयसित्ते व पावए ॥१०८॥
સરળ થનાર શુદ્ધ થાય છે અને શુદ્ધને જ ધર્મ હોય છે. ઘી હોમાયેલ અગ્નિની જેમ તેજસ્વી એવા તેનો જ મોક્ષ થાય