________________
ઉત્તરાધ્યયનસૂત્ર
હે રાજન્ ! બાળ જીવોને પ્રિય પણ દુઃખદાયક એવા ઇન્દ્રિયના વિષયોમાં તે સુખ નથી; જે વિષયથી વિરક્ત, તપસ્વી અને ચારિત્રમાં રત સાધુને હોય છે. ९/१४ सुहं वसामो जीवामो, जेसिं मो नत्थि किंचणं ।
मिहिलाए डज्झमाणीए, न मे डज्झइ किंचणं ॥९८॥
સુખે રહું છું અને જીવું છું. જેમાં મારું કાંઈ નથી, તે મિથિલા બળે, તો પણ મારું કંઈ બળતું નથી. ९/१५ चत्तपुत्तकलत्तस्स, निव्वावारस्स भिक्खुणो ।
पियं न विज्जइ किंचि, अप्पियं पिन विज्जइ ॥१९॥
પુત્ર-પત્નીનો ત્યાગ કરનાર, સર્વ પાપના ત્યાગી સાધુને કશું જ પ્રિય હોતું નથી, કશું અપ્રિય પણ હોતું નથી. २/३० परेसु गासमेसेज्जा, भोयणे परिनिट्ठिए ।
लद्धे पिंडे अलद्धे वा, नाणुतप्पेज्ज पंडिए ॥१००॥
લોકોના ભોજનનો સમય થતાં (રંધાઈ જતાં) બીજાની પાસે નિર્દોષ ગોચરીની ગવેષણા કરે. મળે તો ખુશ ન થાય, ન મળે તો પસ્તાવો ન કરે. २६/१८ पढमं पोरिसि सज्झायं,
बितियं झाणं झियायइ । तइयाए निद्दमोक्खं तु, चउत्थी भुज्जो वि सज्झायं ॥१०१॥