________________
૫૪
પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા
१०८० जीवाइभाववाओ, जो दिवेढाहिं णो खल विरुद्धो ।
बंधाइसाहगो तह, एत्थ इमो होइ तावो त्ति ॥८२॥
જીવાદિ તત્ત્વોની પ્રરૂપણા જે પ્રત્યક્ષ કે અન્ય આગમવચનની વિરુદ્ધ ન હોય અને બંધ-મોક્ષની સાધક હોય તે ધર્મની તાપપરીક્ષા છે. १९३ संतेसु वि भोगेसुं,
नाभिस्संगो दढं अणुट्ठाणं । अत्थि अ परलोगंमि वि, पन्नं कसलाणबंधिमिणं ॥८॥
પરલોકમાં ભોગસામગ્રી મળવા છતાં રાગ ન થાય અને ધર્મકાર્ય નિશ્ચલપણે કરે, તે પુણ્યાનુબંધી પુણ્ય છે. ८७८ जीअं जोवणमिड्डी, पिअसंजोगाइ अत्थिर सव्वं ।
विसमखरमारुआहयकुसग्गजलबिंदुणा सरिसं ॥८४॥
આયુષ્ય, યૌવન, સમૃદ્ધિ, પ્રિયનો સંયોગ વગેરે બધું જ પવનના ઝપાટાથી સરી પડતા ઘાસની અણી પર બેઠેલાં પાણીના ટીપાં જેવું અસ્થિર છે. ८७९ विसया य दुक्खरूवा, चिंतायासबहुदुक्खसंजणणा।
माइंदजालसरिसा, किंपागफलोवमा पावा ॥४५॥