________________
યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ માટે પોતાના ગચ્છને છોડીને બીજા બહુશ્રુત આચાર્ય પાસે જવું, તે ઉપસંપદા. ३९८ गीतार्थश्च विहारोऽपरस्तु गीतार्थनिश्रितो भवति ।
गीतं तु सूत्रमुक्तं, जघन्यतोऽप्यादिमाङ्गं तत् ॥१०२॥
ગીતાર્થ અને બીજો ગીતાર્થનિશ્રિતનો વિહાર હોય છે. ગીત એટલે સૂત્ર કહ્યું છે, અને જઘન્યથી તે આચારાંગસૂત્ર સમજવું... (આચારાંગની ચૂલિકા એટલે કે નિશીથ સૂત્ર સુધી.) ३९९ तद्द्वादशाङ्गमुत्कृष्टतोऽनयोर्मध्यगन्तु मध्यमतः ।
૩૫ર્થ: મૂત્રવ્યારા, તેનાથૈન યુવક્તો : I૬૦ણા
ઉત્કૃષ્ટથી બારમું અંગ - દૃષ્ટિવાદ છે. એની વચ્ચેનું બધું મધ્યમ છે. અર્થ એટલે સૂત્રની વ્યાખ્યા. જે ગીત (સૂત્ર) અને અર્થથી યુક્ત છે.. ४०० तन्निश्रया विहारो, युक्तो गच्छस्य बालवृद्धयुजः ।
अप्रतिबद्धस्य सदा, द्रव्यादिचतुष्कमाश्रित्य ॥१०४॥
તે ગીતાર્થની નિશ્રામાં બાળ-વૃદ્ધ યુક્ત ગચ્છનો સદા દ્રવ્યાદિ ચારેમાં રાગ વિના વિહાર યોગ્ય છે. ४१२ व्रतपञ्चकं नवब्रह्मगुप्तयो, दशविधः श्रमणधर्मः ।
वैयावृत्त्यं दशधा, संयमभेदाश्च सप्तदश ॥१०५॥ - પાંચ મહાવ્રત, બ્રહ્મચર્યની નવ ગુપ્તિ, દશ પ્રકારનો યતિધર્મ, દશ પ્રકારની વૈયાવચ્ચ, સત્તર પ્રકારનું સંયમ..