________________
ઓઘનિર્યુક્તિ
એકલપણામાં (ગોચરી વગેરે જવામાં) આ દોષો છે - સ્ત્રી, કૂતરા અને વિરોધીઓનો ઉપદ્રવ, ગોચરીમાં દોષ લાગવા, મહાવ્રતનો ભંગ.. તેથી બીજાની સાથે જ જવું. नि.४४३ छक्कायदयावंतो वि, संजओ दुल्लहं कुणइ बोहिं।
आहारे नीहारे, दुगुंछिए पिंडगहणे य ॥७६॥
શકાય પર દયાવાળો સાધુ પણ જુગુપ્સિત રીતે આહારનીહાર કરે છે તેવી રીતે ગોચરી વહોરે, તો બોધિને દુર્લભ કરે. नि.४४४ जे जहिं दुगुंछिया खलु, पव्वावणवसहिभत्तपाणेसु ।
जिणवयणे पडिकुट्ठा, वज्जेयव्वा पयत्तेण ॥७७॥
જે લોકો જે ક્ષેત્રમાં જુગુણિત છે, તેનો દીક્ષા આપવામાં, વસતિ લેવામાં, આહાર-પાણી વહોરવામાં જિનવચનમાં પ્રતિષેધ છે, તેને પ્રયત્નપૂર્વક વર્જવાં. नि.४४७ पवयणमणपेहंतस्स, तस्स निद्धंधसस्स लुद्धस्स ।
बहुमोहस्स भगवया, संसारोऽणंतओ भणिओ ॥७॥
(જુગુપ્સિત આહારાદિ કરનાર સાધુ-) જિનવચનની ઉપેક્ષા કરનાર, નિર્ધ્વસપરિણામી, લુબ્ધ અને બહુ મોહવાળા છે; તેનો ભગવાને અનંતસંસાર કહ્યો છે. नि.५२८ भरहेरवयविदेहे, पन्नरस वि कम्मभूमिगा साहू ।
एक्कंमि हीलियंमि, सव्वे ते हीलिया होंति ॥७९॥