________________
યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા
ઋજ્વી (સીધી લીટી), એક બાજુથી જઈને બીજી બાજુથી પાછું આવવું, ગોમૂત્રિકા (સામસામેના ઘરે વારાફરતી વહોરવું), પતંગ (આડીઅવળી), પેટા (ચાર દિશામાં વહોરવું, વચ્ચે નહી), અર્ધપેટા (બે દિશામાં વહોરવું), અંતઃશંબૂકા (અંદરથી શરૂ કરીને ગોળ ફરતાં બહાર નીકળવું), બાહ્યશંબૂકા (બહારથી શરૂ કરીને ગોળ ફરતાં અંદર જવું) એ ૭ ભિક્ષાવીથિ છે.
90
११२ पिण्डः शय्या वस्त्रं, पात्रं तुम्बादिकं चतुर्थञ्च ।
नैवाकल्प्यं गृह्णीत, कल्पनीयं सदा ग्राह्यम् ॥३०॥
પિંડ (આહાર-પાણી), શય્યા (મકાન), વસ્ત્ર અને ચોથું તુંબડા વગેરેનું પાત્ર કદી અકલ્પ્ય ન લેવું, હંમેશાં કલ્પ્ય જ લેવું. ११३ पिण्डैषणाश्च पानक- शय्यापात्रैषणां न योऽधिजगे ।
तेनानीतं मुनिना, न कल्पते भक्तपानादि ॥३१॥ જેણે પિંડૈષણા, પાનૈષણા, શય્યા-પાત્રૈષણા ભણી નથી, તે સાધુએ લાવેલા ગોચરી-પાણી વગેરે કલ્પતા નથી. ११४ देशोनपूर्वकोटिं, विहरन् निश्चितमुपोषितः साधुः । निर्दोषपिण्डभोजी, ततो गवेष्यो विशुद्धोञ्छः ॥३२॥ સાધુ, નિર્દોષ આહાર વાપરતાં દેશોન પૂર્વક્રોડ સુધી વિચરે તો પણ ઉપવાસી જ છે, એટલે વિશુદ્ધ આહાર જ લેવો.