________________
યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા
વસ્ત્રના ૯ ભાગ કરવા. ૪ ખૂણા, ર છેડા, ર પટ્ટી અને વચ્ચે ૧ વસ્ત્ર. २४४ चत्वारः सुरभागाः, तेषु भवेदुत्तमो मुनिर्लाभः ।
द्वौ भागौ मानुष्यौ, भवति तयोर्मध्यमा लब्धिः ॥५८॥
તેમાં ૪ ખૂણા દેવના છે. તેમાં ખંજનાદિ હોય તો મુનિને ઉત્તમ લાભ થાય. બે છેડા મનુષ્યના છે. તેમાં ડાઘ વગેરે હોય તો તેનાથી મધ્યમ લાભ થાય. २४५ द्वावासुरौ च भागौ, ग्लानत्वं स्यात् तयोस्तदुपभोगे।
मध्यो राक्षससञः, तस्मिन् मृत्यु विजानीहि ॥५९॥
બે પટ્ટી અસુરની છે. તેમાં ડાઘ વગેરે હોય તો તેના ઉપભોગથી બિમારી આવે. વચ્ચેનો રાક્ષસ નામનો છે, તેમાં ડાઘ વગેરે હોય તો મૃત્યુ થાય. २४७ तुम्बमयं दारुमयं, पात्रं मृत्स्नामयञ्च गृह्णीयात् ।
यदकल्प्यं कांस्यमयं, ताम्रादिमयञ्च तत् त्याज्यम् ॥६०॥
તુંબડાનું, લાકડાનું અને માટીનું પાત્ર લેવું. જે કાંસા, તાંબા વગેરેનું પાત્ર અકથ્ય છે, તે તજવું. २५२ उष्णोदकं त्रिदण्डोत्कलितं, पानाय कल्पते यतीनाम् ।
ग्लानादिकारणमृते, यामत्रितयोपरि न धार्यम् ॥६१॥
ત્રણ દંડ વડે ઊકળેલું ગરમ પાણી સાધુને પીવા માટે કલ્પ છે. ગ્લાનાદિ કારણ વિના ૩ પ્રહર પછી ન રાખવું.