________________
આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા
જિનશાસનમાં કર્મક્ષય માટે આરાધાતા પ્રત્યેક યોગમાં રહેલા અનંતા જીવો કેવળજ્ઞાન પામ્યા છે. नि.२८० सेसेसु अवटुंतो, पडिलेहंतो वि देसमाराहे ।
जइ पुण सव्वाराहणं, इच्छसि तो णं निसामेहि ॥६५॥
પડિલેહણ કરનાર પણ બીજા યોગોને ન આરાધે તો દેશઆરાધના જ છે. જો સર્વ-આરાધનાને ઇચ્છે છે - તો સાંભળ... नि.२८१ पंचिंदिएहिं गुत्तो, मणमाइतिविहकरणमाउत्तो ।
तवनियमसंजमंमि अ, जुत्तो आराहओ होइ ॥६६॥
પાંચ ઇન્દ્રિયથી સંયમિત, મન વગેરે ત્રણેથી ઉપયુક્ત, તપ-નિયમ અને સંયમમાં ઉદ્યમશીલ સાધુ જ સર્વ-આરાધક થાય
नि.३२३ अव्वोच्छिन्ना तसा पाणा, पडिलेहा न सुज्झई ।
तम्हा हट्ठपहहस्स, अवटुंभो न कप्पई ॥६७॥
(દીવાલ પર) ત્રસ જીવો નિરંતર હોય છે. પડિલેહણ શુદ્ધ થતું નથી. એટલે હૃષ્ટપુષ્ટ સાધુને ટેકો લેવો કલ્પતો નથી. नि.३४९ उउबद्धधुवण बाउस, बंभविणासो अठाणठवणं च ।
संपाइमवाउवहो, पलवण आतोपघातो य ॥१८॥