________________
આવશ્યકનિર્યુક્તિ
તરવાનું આવડતું હોય પણ નદીમાં શરીર ન હલાવે તો પ્રવાહથી ડૂબી જાય; તેમ ચારિત્રરહિત જ્ઞાની, સંસારમાં ડૂબે. १२० अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च ।
ण हुभे वीससियव्वं, थेवं पि हु तं बहुं होई ॥९॥
દેવું, ઘા(રોગ), અગ્નિ કે કષાય થોડા હોય તો પણ વિશ્વાસ ન કરવો. થોડામાંથી તે ઘણાં થઈ જાય છે.
– સામાયિક – ८६७ तो समणो जइ सुमणो,
भावेण य जइ ण होइ पावमणो । सयणे य जणे य समो, समो य माणावमाणेसु ॥१०॥
જે શુભ ધ્યાનવાળો છે, ભાવથી પાપમાં મનવાળો નથી, સ્વજન અને સામાન્ય જનમાં કે માન-અપમાનમાં સમાન ચિત્તવાળો છે, તે જ શ્રમણ છે. ८६८ णत्थि य सि कोइ वेसो,
पिओ व सव्वेसु चेव जीवेसु । एएण होइ समणो, एसो अण्णो वि पज्जाओ ॥११॥
સર્વ જીવોમાં તેને કોઈ પ્રિય કે અપ્રિય ન હોય, એટલે શ્રમણ બને. આવો અન્ય પણ પર્યાય(=અથ) છે.