________________
યુગે યુગે પાટણની પ્રભુતા
II
લોકકથાઓમાં સિદ્ધરાજ જયસિંહ
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય સિદ્ધરાજ જયસિંહ જેવો પ્રતિભાશાળી રાજવી હતો, તેવો કીર્તિની ઝંખનાવાળો પણ હતો. સિદ્ધરાજના નામ સાથે કેટલીક અલૌકિક કથાઓ જોડી કાઢવામાં આવી છે. તેનો આશય સિદ્ધરાજ પોતે દેવી અંશ ધરાવતો હતો, એમ ઘટાવી તેનાં યશોગાન ગાવાનો પણ હોય તે પૈકી ત્રણ લોકકથાઓ અત્રે રજૂ કરી છે. (૧) સિદ્ધરાજની કસોટી
એક વખત બે યોગીનીઓ સિદ્ધરાજની પરીક્ષા કરવા દરબારમાં આવી અને કાંઈક ચમત્કારીક કૌતક કરી બતાવવા સિદ્ધરાજને લલકાર્યો. સિદ્ધરાજે યોગીનીઓને બે દિવસ પછી ભર્યા દરબારમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું. સિદ્ધરાજના મંત્રીએ કુશળતાપૂર્વક લોખંડની મૂઠ ઉપર ખાંડની તલવાર આબેહુબ બનાવડાવી.
ભર દરબારમાં યોગીનીઓની હાજરીમાં મંત્રીએ પકડાર ફેંક્યો કે, “અમારા મહારાજ આ લોખંડની તલવાર પણંખાઈ શકે છે!” એમ કહી રાજાના હાથમાં આ તલવાર મૂકવામાં આવી. રાજા ભચડ ભચડ ખાંડની તલવાર ખાઈ ગયો. પણ જ્યાં મૂઠ આવી ત્યાં મંત્રીએ રાજાનો હથ પકડી લીધો અને કહ્યું કે, આટલી મૂઠ આ યોગીનીઓ ખાઈ બતાવે તો તેમની શક્તિ કેટલી છે તે જાણી શકાય. યોગીનીઓએ હાર કબૂલ કરી અને આર્શીવાદ આપ્યા કે, “જા તુ માળવા ઉપર વિજય મેળવીશ અને થશોવર્માને પરાજીત બનાવીશ.' (૨) પટેલોને “બુચ” નું બિરૂદઃ
એક વખત સિદ્ધરાજ મુસાફરીએ નીકળેલ. રસ્તામાં વારાહી ગામના ગોંદરે મુકામ કર્યો. ગામના પટેલોની પરીક્ષા કરવા ખાતર રાજાએ પોતાની પાલખી અનામત તરીકે સાચવવા માટે પટેલોને સોંપી. પટેલો તો રાજી રાજી થઈ ગયા. રાજાએ વિદાય લીધા પછી પટેલોએ વિચાર કર્યો કે આ તો રાજાની અનામત કોઈ એક વ્યક્તિ તેને સાચવી ન શકે. પટેલોએ ભેગા થઈ પાલખીના તમામ ભાગો જુદા કરી નાખ્યા અને દરેકના ઘેર એક એક ભાગ સાચવવા આપ્યો. કેટલાક વખત બાદ રાજાએ પાછા ફરી પાલખી માગી ત્યારે પટેલોએ પોતાની પાસે જે ભાગો હતા તે લાવી રાજા સમક્ષ રજૂ કરી પાલખી બનાવી દીધી, ત્યારે સિદ્ધરાજે પૂછયું કે આમ કેમ કર્યું?
ત્યારે ભલા, ભોળા અને સરળ સ્વભાવના પટેલોએ વિનમ્રતાથી કહ્યું, “મહારાજા! આખી પાલખી સાચવવાનું અમારામાંથી કોઈ શક્તિશાળી નથી. કોઈ ચોર-ડાકુ આવી આપની પાલખી પડાવી જાય તો અમે શું મોં બતાવીએ ? માટે પાલખી છુટી કરી એક એક ભાગ અકબંધ સાચવી રાખ્યો છે.”