________________
જૈનિવેદન-પત્રિકા.
અખંડઞાતપ્રતાપ ગાબ્રાહ્મણ ચારણ પ્રતિપાલ ખુદાવિદ નેકનામદાર મહારાજાધિરાજ જામશ્રી ૭ દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુર..
આપ નામદાર ળમનગરની ગાદી ઉપર બીરાજી તુર્તમાંજ પ્રજાહિતના કાર્યો કરી આપ પ્રજા¥મી થયા, તે સાથે બાપુશ્રીના સાહિત્યના વારસાને આપે અનેક ઠેકાણે ભાષણા આપી આપની મધુર વાચા દ્વારા તે વારસાને પણ દ્વિષાવ્યેા છે, આવા અનેક ગુણ્ણા ટુંક સમયમાં આપે સપાદન કરી જામનગરના રાજ્યને દ્વિષાવ્યુ છે, તા તે ગુણાથી આકર્ષાઇ આપશ્રીના રાજ્યની અને આપશ્રીની સેવા અર્થ આ યદુવંશ પ્રકાશ અને જામનગરના ઇતિહાસ” સ્વ. બાપુશ્રી (જામરણજીત)ના અમર આત્માને અર્પણ કરી આજના આ મગલમય દિવસે આપ નામદારશ્રીના કરકમલમાં ભેટ ધરી આશ્રિત વિ તરીકેની ફરજ અદા કરૂં છુ. ઇશ્વર આપ નામદારશ્રાને તંદુરસ્તી સાથ દીર્ઘાયુષ બક્ષે, એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરી વિરમું છું.
જામનગર.
ચંદ્રમહેલ કચેરી (વામનજયતિ) (જામજયંતિ) (સ. ૧૯૯૧ હાલારી)
લી. આપતા કૃપાકાંક્ષી
કવિ માવદાનજી ભીમજીભાઇ રતનું
( કાલાવડવાલા )