________________
પરિ છે. •
ચારિત્રસુખ-અધિકાર.. છેડી વૈરાગ્યરૂપી રનનું હૃદયમાં પાલન કરવું. પૃથ્વીની માફક સર્વ પ્રકારની સહનતા રાખવી અને હાસ્ય, સુખમાં રતિ, દુઃખમાં અરતિ, ભય, શેક અને દુર્ગાછા આમ છ પ્રકારના કષાયના સમૂહને ત્યાગ કરે. અર્થાત્ ચારિત્રમાં હાસ્યાદિક દે છે તેને તજી સચ્ચારિત્રનું પાલન કરવું કઠિન છે. ૨૨.
ગ્રાહ્ય વસ્તુ,
ઉપનાતિ (રરૂ-૨૪). महाव्रतामय॑नगातिभारो, विश्रामवर्ज शिरसैव धार्यः। भिक्षाशनं भूशयनं नवीनध्यानानुसन्धानमहो सदैव ॥ २३ ॥
પાંચ મહાવ્રતરૂપી કલ્પવૃક્ષોનો અતિ ભાર વિશ્રામ લીધા સિવાય પિતાના મસ્તકઉપજ ધારણ કરે. ભિક્ષાનું ભજન જમવું, પૃથ્વીઉપર શયન કરવું અને આનન્દપૂર્વક સદા ઈષ્ટદેવના ધ્યાનનું નવીન નવીન રીતે અનુસંધાન કરવું. ૨૩.
પ્રવ્રજ્યા લેવાને તૈયાર થયેલા સુકુમાર અંગવાળા પિતાના બે પુત્રને તેનાં માતાપિતા કહે છે કે
ચારિત્રના પાલનમાં ઘણાં દુખે છે. इत्येवमादिमचुरप्रकाराश्चारित्ररामारमणीयहाराः ।। शिरीषपुष्पाधिकसौकुमार्यवद्भ्यां भवद्भ्यां तु कथं प्रपाल्याः ॥२४॥
નરવર્મરત્ર. 'હે પુત્ર! એમ ઉપર કહ્યા પ્રમાણે જેના ઘણા પ્રકારે છે એવા ચારિત્રરૂપી સુન્દર સ્ત્રીઓના સુન્દર હારનું શિરીષ નામના પુકરતાં અધિક સુકુમારતા (કેમલપણુ) વાળા તમે બન્ને જણાએ કેમ પાલન કરી શકશે? અર્થાત તમે બન્ને જણ સુકમલ છે તેથી આ મહા કઠિન વ્રત કેમ પાલન કરી શકશે? ૨૪.
ચારિત્ર પાળવું એ કાયર પુરૂષનું કામ નથી પણ શસ્વીરકુંજ કામ છે. કારણ કે ચારિત્રમાં અનેક દુઃખે ઉત્પન્ન થાય છે ખરાં પણ મોક્ષરૂપી મણિ પાસે તે શંખલાં સમાન છે એમ બતાવતાં આ ચારિત્રદુ:ખ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.