________________
પરિ છે.
ધનહાશક-અધિકાર
૪૧૯
રાંડરાંડ-અરે ભાઈ! રાંડી રૂએ, માંડી રૂએ, પણ સાત ભરથારી તે મહએ ન ઉઘાડે એમ હતું હશે! તમે ઘણી તરફની આવકવાળા, લાખના વેપાર કરનારા, સારી શાખવાળા થઇને આમ શું બેલે છે? મેં મારી રાંડીરેળાની થાપણુ મૂકી છે, તે ઉપર મારે રંડાપે છે, માટે સારે જવાબ આપો.
ઘાશા–મીં !!!
સોની–શેઠ તમારે પારકા ઘર ઉપર આ બધી ધામધુમ ને વેપાર શા માટે કરવો પડયે હતો. પિતાનું ઘર તપાસીને વાત કરવી હતી. એવું શું “સોનું પહેરીએ કે કાન ગુટે.” આ લીધા છે રૂપિયા તે તે આપવા પડશે.
બેઘાશા- મઆG! ! !
એ –શેઠ મૂળાના પતીકા જેવા રૂપિયા ગણું આપ્યા છે કે હવે આડે જવાબ શા માટે આપે છે? લેતી વખત આપવા પડશે એમ જાણતા નહોતા?
બેઘાશા–મઆઊં!! !
આવી રીતે જુદા જુદા લેણદારોએ અનેક પ્રશ્ન કર્યો તેને ઉતર મીઆઊં” “મીઆઊ” સિવાય બીજો કોઈ બેધાશા પાસેથી મળે નહિ. તેથી તે ગાંડા થઈ ગયું છે, એમ ધારી તે બધાએ નિરાશ થઇ ઉઘરાણી કરવી બંધ કરી.
આ ઈલાજ બોઘાશાને રામબાણ જે થઈ પડે; ઉઘરાણરૂપી દુઃખ દુર નાશી ગયું જાણી તે ખુશી થયે. પછીથી તે લાભકારી વાત જોઈ હરામના આવેલા રૂપિયા જે મડાગાંઠવાળી બેઠે. ગમે તેમ થાય પણ “દમડી શીરકટું પણ તુજે ન છોડું” એવા ઠરાવપર આવી ગયે.
કેટલાક દિવસ પછી ધીરજલાલ શેઠે વિચાર્યું કે, હવે તે બેઘાશાના સઘળા લેણદારે ઉઘરાણી કરતા બંધ પડ્યા હશે માટે હવે જઈને મારા નાણું તે પકવી લાવું. આ ઉમેદથી ધીરજલાલ શેઠે બેઘાશાહને ઘરે આવી પિતાના લેણ રૂપિયાની ઉઘરાણી કરતાં બેઘાશાએ “મીઆઊં” કહ્યું ધીરજલાલ શેઠ તે ચકિત થઈને કહે છે, “અરે ભલા આદમી : મને પણ મીઆઊં”!!! તને તે “મીઆક,” પણ તારા બાપને પણ “મીંઆઊં,” બેઘાશાએ ઉત્તર દીધે. આથી ધીરજલાલ પસ્તાઈને વીલે મેઢે ચાલ્યા ગયે.
દુનિઆમાં કેટલાક સ્વાર્થના ભુખ્યા હોય છે. પિતાને અર્થ સર્યો એટલે ઉપકાર કરનારને આંખના પાટા જે ગણે છે તેમજ જેઓ ફક્ત પિતાને લાભ તાકી બીજાનું ખરાબ કરવા ઈચ્છે તેને “હાથના કરેલ હૈયે વાગે છે.” તે વખતે પુરે પસ્તાવો થાય છે.
મળ્યા તો મીર ન મળ્યા તો ફકીર. લાક રીતિ કે નીતિની, નથી જેને દરકાર; નાગે તેને જાણ, આ જગમાં નિરધાર.
પ્રાણજીવન