________________
પર છો, ધનમમવાચન-અધિકાર.
' ૪૩૫ મેક્ષમાંથી ભ્રષ્ટ થઈ નગદમાં જવાનો સરળ રસ્તે. परिग्रहं सन्तनुते यथा यथा, तथा तथा मोहभरेण पीड्यते । हा हारयिखा नरजन्म मोहतः, सञ्जायतेऽनादिनिगोदजन्तुषु ॥ ७ ॥
नरवर्मचरित्र. મનુષ્ય જેમ જેમ પરિગ્રહ (ધન પુત્રાદિ) ને વિસ્તારર્તા જાય છે તેમ તેમ મેહ (અજ્ઞાન–મમત્વ) ના ભારથી પીડાતો જાય છે. હા! ખેદ છે કે અજ્ઞાનથી મનુષ્ય જન્મને હારીને નિગદ નામના જતુઓમાં જન્મે છે કે જે જંતુઓ અતીવ સૂક્ષ્મ વનસ્પતિકાયના નામથી ઓળખાય છે. ૭.
સાત ક્ષેત્રમાં ધન વાપરવાને ઉપદેશ.
वसन्ततिलका. क्षेत्रेषु नो वपसि यत्सदपि स्वमेत
द्यातासि तत्परभवे किमिदं गृहीखा । तस्यार्जनादिजनिताघचयार्जितात्ते, भावी कथं नरकदुःखभराच मोक्षः ॥८॥
अध्यात्मकल्पद्रुम. તારી પાસે દ્રવ્ય છે છતાં પણ તું (સાત) ક્ષેત્રમાં વાપરતે નથી, ત્યારે શું પરભવે ધનને તારી સાથે લઈ જવાનું છે? વિચાર કર કે પૈસા મેળવવા વિગેરેથી થયેલા પાપસમૂહથી થનારાં નારકીનાં દુખેથી તારે મેક્ષ (છૂટકારો) કેમ થશે?
વિવેચન–પ્રાપ્ત કરેલા પૈસા પરભવમાં સાથે આવતા નથી; વળી તેને પેદા કરવામાં, જાળવવામાં અને વ્યય કરતાં અથવા નાશ થતાં અનેક દુઃખપરંપરા થાય છે અને પર ભવમાં હીનગતિ થાય છે. હવે ત્યારે કરવું શું? કરવાનું એજ છે કે પ્રાપ્ત થયેલ પૈસાને શુભ રસ્તે વ્યય કરો. દ્રવ્ય વાપરવાના અનક રસ્તા છે. જિનબિંબસ્થાપન, જિનદેરાસરને જીર્ણોદ્ધાર, પુસ્તક લખાવવાં, છપાવવાં, તેમનું રક્ષણ કરવું અને પુસ્તકભંડાર કરવા, લાઈબ્રેરી કરવી તથા કેળવણીને પ્રસારક રવો, સાધુ-સાધ્વીઓ, સ્વામી ભાઈઓ અને બહેનો ઉત્કર્ષ કર, અનાથનું પ્રતિપાલન કરવું અને શાસનની શોભા વધારવી. આવાં આવાં અનેક ઉપયેગી સ્થાને છે, તેમાં જે જે સ્થાનકે આવશ્યકતા લાગતી હોય અને જે સ્થાનકે વ્યય કર સમજીને ડહાપણ ભરેલે લાગતું