________________
પરિચ્છેદ,
હાખે નિષિદ્ધાચણુ-અશ્વિકાર
૪૩
જે માળુસ પેાતાના સ્વાર્થ સાધી શકે નહિ તે મીજાને ક્યાંથી સાખી શકશે ? જે માણસ સ'સારમાંથી પાતે તર્યાં નથી તે ખીજાને ક્યાંથી તારી શકશે? આ ઉપરથી સમજવાનું એ છે કે પોતે સુખી થવા બીજાને હરકત નહિ કરતાં સ્વકાર્ય સાધી લેવું. કદાચ કોઇ આપત્તિ આવી પડે તે તેમાં અન્યને હાનિ નહિ કરનારું, દુઃખ વખતે નિષિદ્ધ આચરણ કરવામાં મુંજવણુ નહિ રાખતાં યુક્તિથી પુરૂષાર્થના ઉપયેગ કરવા. એ હુવે પછી બતાવવા આ સ્વકાર્ય સાધન અધિકાર પૂણું કર્યું છે.
- दुःखे निषिद्धाचरण - अधिकार -
***
સ્વાર્થ સાધવામાં કદાચ નિષિદ્ધ (પેાતાને નહિ છાજતું ) આચરણ્ કરવાની ફરજ પડે તે દેશકાળને અનુસરી કરવામાં આવે તે અચેાગ્ય ગણાતું નથી. એટલે ઉત્તરાત્તર વર્ણના ધંધા કરી નિર્વાહ ચલાવવા. જેમકે બ્રાહ્મણે ક્ષત્રિયને, ક્ષત્રિય વૈશ્યના, વૈશ્યે દ્રના ધંધા કરવા. પશુ કેવળ નિષિદ્ધ આચરણને આદર ન કરવા. આ ખાખત શાસ્ત્રામાં સારી રીતે સમજાવેલ છે તેનું દિગ્દર્શન કરાવવામાટે આ અધિકારની શરૂવાત કરી છે.
શુભ ક્રિયાથી જે આપત્તિમાં નિર્વાહ ન ચાલે તેમ હોય તા નિષિદ્ધની છૂટ છે,
શમ્ય.
निषिद्धमप्याचरणीयमापदि क्रिया सती नावति यत्र कर्हिचित् । घनाम्बुना राजपथेऽपि छन्ने, कचिद्बुधैरप्यपथेन गम्यते ॥ १ ॥ नैषधकाव्य.
દુઃખના સમયમાં કોઇ સ્થાનકે ક્યારે પણ શુભ ક્રિયાથી રક્ષણ ન થાય તે નિષિદ્ધ-અયાગ્ય આચરણ જરૂર જેટલું કરવામાં હેરત જણાતી નથી. કારણકે જાહેર રસ્તા જો વરસાદના પાણીથી ભરપૂર ભરાઇ ગયા હ્રાય અને ચાલી શકાય તેવા ન હોય તે શું કાઇ પ્રસંગે ડાહ્યા પુરૂષ કેડીએ નથી ચાલતા? ૧.
૬૦