________________
પણ છે.
ઉપસંહા વિચારશાસ્ત્રના અથવા અધ્યાત્મ વિદ્યાના આ નિયમને નિરંતર સ્મરણમાં રાખો કે કઈ પણ વસ્તુનો વિચાર કરતાં તેનું સ્વરૂપ તમારા લક્ષમાં ન આવે તે પણ તેનો વિચાર કર્યા કરવાથી તે વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજવાનું બળ હદયમાં પ્રકટ થતું જાય છે અને એમને એમ પ્રયત્ન ચાલુ રહે છે તે જે અગમ્ય હોય છે, તે ગમ્ય થાય છે, જે અદશ્ય હોય છે તે દશ્ય થાય છે અને જે અપ્રકટ હોય છે તે પ્રકટ થાય છે. પરમાત્મા અથવા ચિતિશક્તિનું પણ એમજ છે. અજ્ઞાન સાધકને અથવા ભક્તને તેમનું વાસ્તવ સ્વરૂપ આરંભમાં જરા પણ અંશે સ્પષ્ટ હેતું નથી, પણ જેમ જેમ સાધક ઈષ્ટનું ચિંતન કરતે જાય છે, તેમ તેમ તે સ્વરૂપને યથાવત્ અનુભવવાનું બળ હૃદયમાં પ્રકટતું જાય છે અને કેમે ક્રમે સ્પષ્ટ સ્વરૂપનું ભાન થાય છે. આથી હૃદયમાં ઉતરતાં ચિતિશક્તિ ન જણાય, અંધારૂંધબ ભાસે, તેથી પ્રયત્ન નકામે છે, નિષ્ફળ છે, એવી એક ક્ષણવાર પણ શંકા કરશો નહિ; પણ પૂવે કહ્યું તેમ નિત્ય શાંતિથી, સ્વસ્થતાથી, બીજા વિચારે હૃદયમાં ઉઠે તેને કમે ક્રમે અટકાવતા જઈ અંતરમાં ઉંડા ઉતરવાને પ્રયત્ન સેવતા જજે. પ્રયત્ન સફળ થાય જ છે, એમ દઢપણે માનજે. નિત્ય થોડો ડે પ્રયન બહુ ફળને આપનારો થાય છે, એ સિદ્ધાંત વિસરી જશે નહિ. પુનઃ પુનઃ કહેવાનું કે તત્કાળ ફળનું દર્શન ન થવાથી વ્યાકુળ થઈ પ્રયન તજશે નહિ. તમારા શુદ્ધ વિચારરૂપ ક્રિયાનું ફળ તમે જેતા નથી, પણ તત્ત્વવિદ્દ પુરૂષે જુએ છે અને તેઓ તમને પુનઃ પુનઃ આશ્વાસન આપે છે કે તમારા ક્ષણ ક્ષણના વિચારનું ફળ જામેજ છે. માટેજ અશ્રદ્ધા ન સે. - હવે તેના જપવડે ચિતિશક્તિમાં અભિન્નવત્ થઈ, ચિતિશક્તિના નિકટના પ્રદેશમાં આંદેલને પ્રકટાવી તમારી ઈચ્છાનુકૂળ અર્થને પ્રાપ્ત કરવા, એ કાર્ય ત. મારૂં છે. જે પ્રમાણમાં તમે ચિતિશક્તિપ્રતિ અભિમુખ રહી તેને જપ કરશે, તે પ્રમાણુમાં, તમે તેનું માહામ્ય અનુભવશે. તત્કાળ તમારી અભિમુખતા ન થાય તે પણ અભિમુખ થવાને તમે પ્રયત્ન માત્ર સેવશે, તે પણ તમે ક્રમે ક્રમે તેના માહાભ્યને અનુભવશો પણ મુખ આગળ પડેલા ગ્રાસને હાથથી લઇ મુખમાં મૂકવાનો પ્રયત્ન પણ જેમને સેવ ન હોય અને તે ગ્રાસન અમૃતરૂપ સ્વાદ મેં ફાડવાનો પ્રયત્ન કર્યાવિના જેમને લેવો હોય, તેમનાં મુખ બળવડે ઉઘાડવાનું વેલણ બ્રહ્મા જ્યાં સુધી રચે અને તે વડે તેમનું મુખ ફાડી તેમાં ગ્રાસ મૂકનાર કોઈ કરૂણાળુ પુરૂષને સજાવે ત્યાં સુધી તેમણે ધેય ધરી વાટ જોયા કરવી એજ અધિક એગ્ય છે.
- પ્રિય સાધકે ! “યત્ન સદા જય થશેજ સમીપ જાજે. ચાવડેજ ફળ સિદ્ધિ સત્વર મળે છે. એ શ્રીઈષ્ટ્રવચનને હૃદયમાં નિરંતર જાગ્રત રાખી શુદ્ધ પ્રયત્નમાં જાઓ. ચિતિશક્તિરૂપ પરમાત્મા તમારા હૃદયમાં નિરંતર સમીપે છતાં કાયર ન થાઓ. અર્જુનના રથઉપર શ્રીકૃષ્ણ મહારાજ સારથી છતાં