Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

Previous | Next

Page 608
________________ પ૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. wwww wwww દુનિઆને ખરે દોસ્તદાર, મોક્ષમાર્ગને ભેમિઓ (મુક્તિ માસ્ટર). વિશેષ અભિપ્રાય લખવા માટે મારે ક્યા ક્યા શબ્દો ગોઠવવા જોઈએ તે વિષે એજ ગ્રંથમાં તપાસવું ઠીક પડશે. વિગેરે. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય, શ્રીવિજયધર્મસૂરિજીના શિષ્ય, શ્રીરવિજયજી–એશીઆ. . આ ગ્રંથ વાંચતાં અંતઃકરણમાં શાંતિ ઉત્પન્ન થાય છે, તેમજ આ વિષે જેટલું લખાય તે ઘણું જ ઓછું છે. તે પણ ટુંકામાં બે બેલ લખું છું કે-આ ગ્રંથ પઠિત બાળકથી આરંભીને તે સાક્ષરશિરોમણિઓને પણ સ્તુતિપદ છે અને હવે પછી પણ થશે. મનુષ્યજન્મ પામીને માન, પ્રતિષ્ઠા તથા મોક્ષલક્ષ્મી મેળવવા ઇચછા હોય તે આ ગ્રંથ વાંચીને તે પ્રમાણે વર્તન કરો. તેમજ પાઠશાળા અને કન્યાશાળામાં આ પુસ્તક ભેટતરીકે અર્પો કે જેથી પુત્રો તથા પુત્રીઓ ઉચ્ચ કક્ષાએ પહોંચે. આ ગ્રંથ જૂદા જૂદા ગ્રંથરૂપી સમુદ્રમાંથી અમૂલ્ય કાવ્યરૂપી રન્ને એકઠાં કરીને જગતનું કલ્યાણ કરવા સારૂ એકબીજા પાસે રંગબેરંગી ગુંથેલ છે કે જેને પ્રકાશ ઇંદ્રધનુષસમાન ભાસે છે તે પ્રકાશની મદદથી દરેક મનુષ્યને જગતમાંથી સદ્ભવસ્તુ શોધી લેવા ભલામણ કરવામાં આવે છે. અર્થાત્ આ ગ્રંથ બહુ ઉપયોગી છે. સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજયાનંદસૂરિ આત્મારામજી” મહારાજના શિષ્ય, - રત–પ્રવર્તક શ્રીકાંતિવિજયજી, પાટણ-ગુજરાત. મુનિરાજ શ્રીવિનયવિજયજી મહારાજને માલુમ થાય કે આપે વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ગ્રંથની રચના કરવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો છે, તે પ્રશંસાપાત્ર છે. આ ગ્રંથ જૈન તથા જૈનેતર વર્ગને ઘણો જ ઉપયોગી થઈ પડયો છે અને હજુ પણ ઘણું સાહિત્યપ્રેમી સજજને ઉપયોગી થઈ પડશે એવી ખાસ મારી માન્યતા છે. સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ આત્મારામજી” મહારાજજીના પ્રશિષ્ય, શાંત મૂર્તાિ પરોપકારી, શ્રીમાન શ્રીહંસવિજયજી મહારાજ, તથા પંન્યાસજી શ્રીસપત્તવિજયજી મહારાજ, વડનગર-માળવા,

Loading...

Page Navigation
1 ... 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646