Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

Previous | Next

Page 622
________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ -ભાગ ૨ જો. પરમ પૂજ્ય મુનિમહારાજશ્રી વિનયવિજયજીએ અથાગ શ્રમ લઇ અનેક પુસ્તાનાં વાંચનમાંથી સારભૂત સંગ્રહેલ સાહિત્યને પ્રકાશમાં મૂકવાની યેાજના કરી તે જાણી ઘણાજ આનંદ થાયછે અને તે સાહેબ તેમજ તેવા વિ મહાશયેા કે જે નિઃસ્વાર્થી ફક્ત જનહિતાર્થેજ લખેલ લેખાને જાહેરમાં લાવવાની તીવ્ર ઇચ્છાને પાર પાડે છે . એ ખરેખર ધન્યવાદસાથે જનસમાજને આશીર્વાદતુલ્ય લેખાશે. આ ગ્રંથમાં શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મનાં તત્ત્વ સમજાવી નીતિ અને વ્યવહારને શુદ્ધ માર્ગ બતાવ્યા છે. તેથી અસરકારક રચનાને લીધે આ ગ્રંથને મેાક્ષપ્રાપ્તિની ચાવીરૂપ કહેવામાં આવે તે તેમાં મારા ધારવા પ્રમાણે અતિશયોક્તિ ગણુાશે નહિ ૫૮૪ SAAAA દેવચંદ કલ્યાણજી, નીમકખાતાના અધિકારી સાહેબ, વેરાવળ. વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૧ લે! મારા વાંચવામાં આવ્યા છે એટલુંજ નહિ પશુ રૂબરૂમાં ઉપદેશ આ પુસ્તકસબંધી સાંભળ્યેા છે. તેથી બન્ને શૈલીથી પૂર્ણ ખાત્રી થઇ છે કે દરેક દેહધારી મનુષ્યાને આ ગ્રંથ એકવાર વાંચવાની જરૂર છે કારણકે સ્વક વ્યનું ભાન આ ગ્રંથમાંથી જેટલું થાય છે તેટલું ભાન બીજેથી મેળવવું મુશ્કેલ ભાસેછે. આ ગ્રંથમાં ૧ લા પરિચ્છેદમાં વીતરાગ પ્રભુનું સ્વરૂપ તથા પૂજાવણું ન શુદ્ધ રીતે કરવામાં આવ્યું છે. ૨ જા પરિચ્છેદમાં સુસાધુ નિલે પાદિનું ઉચ્ચ પ્રકારનું વર્ણન છે. ૩ જા પરિચ્છેદમાં સુજન તથા દુર્જનનેા ભેદ સમજાવ્યેા છે. ૪ થા પરિચ્છેદમાં કુસાધુ તથા યતિશિક્ષાપદેશનું વર્ણન બતાવ્યું છે. ૫ મા પરિચ્છેદમાં દુનનાં લક્ષણા બતાવ્યાં છે. ૬ ઠ્ઠા પરિચ્છેદમાં ધમ સ્વરૂપ, તીર્થાંમહાત્મ્ય દર્શાવી ઉપસાર કરતાં ચંચળ મનને સ્થિર કરી આનંદ સમુદ્રમાં ડૂબાવેલ છે. આ ઉપરથી ગ્રંથસંગ્રહીતા પુરૂષને વારંવાર ધન્યવાન આપવા એ અતિશચોક્તિ નથી. આ ગ્રંથ અજ્ઞાનરૂપી સર્પને વશ કરવામાં મંત્રસમાન છે, ધર્મારૂપી આરામને સુધાનું ઝરણું છે એટલુંજ નહિ પણ આ ગ્રંથ કલ્પવૃક્ષજ છે. કારણકે આ ગ્રંથમાંથી જે ઇચ્છવામાં આવે છે તે તત્કાળ મળે છે. આ ગ્રંથ જાણે કેમ ગીતમસ્વામીના અવતાર હાય તેવું ભાન કરાવે છે, આ ગ્રંથથી મને જેજે કાયદા થયા છે તે વર્ણન કરવું એ મારી કિતની બહારની વાત છે. આવી શૈલીનાં પુસ્તકા બહાર પડે એમ હું ઇચ્છુંછું. ક્ષત્રિય કુમાર, ડ્રિલ માસ્તર દેશળ મેઘજી, જામનગર.

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646