________________
પd,
સાન પર જ્ઞાન તે મુક્તિરૂપી સ્ત્રીનું ભૂષણ છે.
વિઝા (૨–૨૨). मुक्तिस्त्रियोऽलङ्करणं परं हि, ज्ञानं प्रशस्यं गदितं जिनैशैः। ... तद्भूषणं ये भुवि दर्शयन्ति, तेभ्यो द्रुतं स्निह्यति मुक्तिरामा ॥ २१ ॥
શ્રીજિનેશ્વર ભગવતેએ જ્ઞાનને નક્કી મુક્તિરૂપી સ્ત્રીનું ઉત્તમ ઘરેણું કહેલું છે. માટે તે ભૂષણને જે લોકે ભૂમિમાં બતાવી રહ્યા છે તેઓઉપર મુક્તિરૂપી સ્ત્રી સ્નેહ રાખે છે; અર્થાત્ તેઓ મરણાંતે જલદી મોક્ષ પામે છે. ૨૧.
જ્ઞાનપદની પૂજા કરનારને પણ મેક્ષ પ્રાપ્ત થાય છે. - कुर्वन्ति ये ज्ञानपदस्य पूजा, कुर्वन्ति ते तीर्थकरस्य गोत्रम् ।
पातो भवेज्ज्ञानविराधकानां, घोरे जनानां नरकस्य कूपे ॥ २२ ॥ છે જે મનુષ્ય જ્ઞાનપદની પૂજા કરે છે તેઓ શ્રીતીર્થકર શેત્રને બાંધે છે અને જ્ઞાનની વિરાધના કરનાર મનુષ્યને ઘેર નરકના કૂવામાં પાત થાયછે. ૨૨.
જ્ઞાનરૂપી દીપની ગેરહાજરીથી મહાહાનિ. ज्ञानं विनान्धा भववारिराशौ, सदा निमज्जन्ति शरण्यहीनाः। .
ज्ञानाञ्जनैर्निर्मलनेत्रयुग्माः, प्रयान्ति संसारसमुद्रपारम् ॥ २३ ॥ * જ્ઞાનવિનાના અંધ પુરૂષે આશ્રયથી હીન થઈને હમેશાં સંસારરૂપી સમુદ્રમાં ડૂબ્યા કરે છે અને જ્ઞાનરૂપી અંજનથી જેઓનાં બે નેત્રે નિર્મળ થયાં છે અર્થાત્ જેઓને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી છે એવા મહાપુરૂ સંસારરૂપી સમુદ્રના પારને પામે છે. ૨૩.
જ્ઞાનીને મેક્ષસુખ દુર નથી. जनोऽत्र यो ज्ञानरथाधिरूढो, महाव्रताख्ये पथि सम्प्रवृत्तः। । दूरे न तस्येह कदापि लोके, लोकाग्रगेहं सुखसार्वभौमम् ॥ २४ ॥
અત્ર જે મનુષ્ય જ્ઞાનરૂપી રથમાં આરૂઢ થયે છે અને પાંચ પ્રકારના મહાવ્રતના માર્ગમાં પ્રવૃત્ત થયા છે; તે પુરૂષને આ લોકમાં કોઈ પણ દિવસ ચકવતના સુખવાળું એવું જે મોક્ષધામ તે દૂર નથી. ૨૪.