________________
-
-
પરિવછે, કુતા-અધિકાર
૨૧૫ સારા ગુણવાળાને સંગ કર્યા છતાં નિર્ગુણ ગુણરહિત રહે છે.
એ વાંસલડી, વેરણ થઈ લાગી તું વ્રજની નારને ”રાગ. એ એરંડી, ઉત્તમ સંગે તેં ઉત્તમ ગુણ નવ ધર્યા; રહી શેલડીમાં, શેલડી શરખા, ગુણ સંપાદન નવ કર્યા–ટેક. જે વાડીમાં શેલડી વાવી, તુજને પણ તે સ્થળ પાવી, તે પણ તું ઉપજી કેમ આવી?
એ એરંડી. ૨૨ તું ઉછરી શેલડીને સંગે, પણ રંગાણું જૂદે રંગે, ઉપ નહિ મીઠે રસ અંગે;
ઓ એરંડી. ૨૩ તમે એક કુવે પાણી પીધું, બેનું રક્ષણ સરખું કીધું, નથી વિશેષ તેને કાંઈ દીધું;
એ એરંડ. ૨૪ તને અવલોકીને આજ ઘડી. એક કહેવત મારે ચિત્તચડી, તારી જાતવિના નવ ભાત પડી;
ઓ એરંડી. ૨૫ સૈ જગત્ વદે છે જે વાણ, તે જરૂર મેં સાચી જાણું, ઠરી તું દાસી, તે ઠકરાણી;
એ એરંડ, તેને તે તારી બહેનપણી, જૂદી જૂદી ઓલાદતણી, માટે જણાય જૂદી રીત ઘણી;
એ એરંડી. ૨૭ શેલડી સૈફને લાગે સારી, એને મળવા ઈછે નરનારી, તેની આગળ શી કીર્તિ તારી;
ઓ એરંડી. ૨૮ શેલડીનાં સંતાનો સારાં, લોકોને બહુ લાગે પ્યારાં, જે ખેળ દીવેલ દિસે તારાં;
'એ એરંડી, થઈ શેલડીને સરખી માટી, પણ તારી મેટાઈ તે બેટી, જે છે તુજમાં કિંમત છોટી;
એ એરંડી. ૨૦ સજે યુક્તિ તને સમજાવાની, ખુબ ચીજે આપે ખાવાની, પણ તું તેવી નથી થાવાની;
એ અરંડી. ૩૧ શીખામણ તુજને શી દઈએ; જીભે કહીને થાકી જઈએ, નહિ હિતની વાત ધરે હૈયે;
એ એરંડ. ૩૨ તારે શેલડી સરખે સંગ થયું, પણ કુળને ગુણ તારો ન ગયો, તારે તેને તેજ સ્વભાવ રહ્યા; 1 એ એરંડી. ૩૩ ગાઈ ગરબી એરંડી નામે, પણ અર્થ જુદો છે પરિણામે, દીધી શીખામણ દલપતરામે;
ઓ એરંડી. ૩૪ દલપતરામ,