________________
પિ
ભૂતદોષ અધિકાર.
૩૧૫
જુગારની સેવામાં તત્પર એવા અધમ પુરૂષ પાતે અયાચક વણુ હાય તે પણ ભિક્ષા માગે છે, પોતે કુલીન હોય તે પણ નટની માફ્ક નાચવા માંડે છે અને પોતે સારા. ગૃહસ્થને પુત્ર હોય તે પણ કંગાલપણું કરેછે, તેમ આખવાળા માણુસને દીકરો હાય તા પણ શરમાતા નથી અને ખીજા માણસની પછવાડે ક્રી તેની આજીજી કર્યા કરેછે, પોતે ઉત્તમ વર્ણના હાય તે પણ નીચ મનુષ્યની પાદક્ષાલન વિગેરે સેવા કરવી હોય તે તેમાં પણ પાછા પગ ભરતા નથી અને સત્ર નમ્યા કરેછે અને દાસપણાને પામે છે. આવી નીચમાં નીચ સ્થિતિ જુગારી મનુષ્યની થાયછે. (આ ખાખત અનેક મનુષ્યએ પાતાની નજરે જોઇ હશે તેથી વિશેષ વિવેચનની જરૂર નથી.) ૧૮. જીગારીની અધમાધમ ગતિ.
रुध्यतेऽन्यकितवैर्निषिध्यते, वध्यते वचनमुच्यते कटु ।
नोतेऽत्र परिभूयते नरो, हन्यते च कितवो विनिन्द्यते ॥ १९ ॥
જુગારીને કેટલાક કપટી પુરૂષો ક્યાંક રોકી મૂકે છે, ક્યાંક અટકાવી છે અને તેને વખતે તાડન કરેછે તેમ કટુવચન પણ કહે છે એટલુંજ નહિ પરંતુ જુગારી એવા કપટી મનુષ્યને લેકે મુઠીના માર મારે છે, પરાભવ પમાડે છે અને છેવટે મારી પણ નાખે છે અને સુવા પછી તે જુગારીની નિંદા પણ થાય છે. ૧૯
જુગારીના ધંધા,
हन्ति ताडयति भाषते वचः, कर्कशं रटति विन्दते व्यथाम् । सन्तनोति विदधाति रोधनं द्यूततोऽथ कुरुते न किं नरः ॥ २० ॥
ખીજાને જાનથી મારી નાખે છે, પ્રહાર કરેછે, કઠાર વચનને ઉચ્ચાર કરેછે, ખરાડા પાડેછે, પાતે દુઃખ પામેછે અને બીજાને દુઃખ કરે છે, તેમ બીજાને શેકી મૂકે છે, અર્થાત્ બીજો પણ જો તે જુગારીના સંગમાં જાય તા તેને પણ કા ધંધેથી કાઢી પાતા જેવા કરી મૂકે છે એમ ઘૃતથી મનુષ્ય શું કરતા નથી? અર્થાત્ શ્વેત સર્વાનનું કારણ છે. ૨૦.
સજ્જન અને ધૃતના અણુમનાવ.
जल्पितेन बहुधा किमत्र भो, द्यूततो न परमस्ति दुःखदम् । चेतसेति परिचिन्त्य सज्जनाः कुर्वते न रतिमत्र सर्वथा ॥ २१ ॥
હું મહુાશયે ! આ ખાખતમાં વધારે કહેવાથી શું? જીગટાથી ખી કોઈ દુ:ખ દેનારૂં છેજ નહિ એમ ચિત્તથી વિચાર કરીને સજ્જન પુરૂષષ આ વ્રતમાં કાઇ પણ રીતે પ્રેમ કરતા નથી, ૨૧.