________________
પરિમે છે. ભૂતદેષ અધિકાર. .
૦૧૩ ઘત રમવાની ક્રિયામાં ઉઘત (તૈયાર) એ પુરૂષ અનેક પ્રકારે જીવની જેમાં હિંસા છે એવા ગ્રંથને ધારણ કરે છે અને બહુ દુખવાળા તેવા કાર્યને સ્વીકાર કરે છે જેથી અસ્ત બુદ્ધિવાળો તે પુરૂષ સંસારરૂપી વનમાં ગતિ કર્યા કરે છે, એટલે જન્મ મરણને પામ્યા કરે છે. ૧૧.
જુગટુ રમનારની ક્રિયાઓ તથા તેનું છેવટનું નિદાન સ્થાન. साधुबन्धुपितृमातृसज्जनान्मन्यते न तनुते मलं कुले । . द्यूतरोपितमना निरस्तधीः, श्वभ्रवासमुपयात्यसो यतः॥१२॥
જુગારમાં જેનું મન રૂઢ થઈ રહ્યું છે અને જેની બુદ્ધિ નાશ પામી ગઈ છે એ નીચ પુરૂષ સાધુ પુરૂષ, બાન્ધ, પિતા, માતા તથા સર્જનને માન આપતો નથી અને કુળને કલંકિત કરે છે અને તે પાપથી નરકની ખાણમાં નિવાસ કરે છે. ૧૨.
છૂતથી દરિદ્રતા અને દુષ્કર્મની ઉત્પત્તિ. द्यूतनाशितधनो गताशयो, मातृवस्वमपि योऽपकर्षति । ... शीलवृत्तिकुलनीतिदूषणः, किं न कर्म कुरुते स मानवः ॥ १३ ॥
જુગારથી જેનું ધન નાશ પામ્યું છે અર્થાત્ પિતાના હાથથી જેણે ધનને નાશ કરી નાખે છે એ જે મૂઢ જુગારી મનુષ્ય તે પિતાની માતાના વસ્ત્રને પણ ખેંચે છે. પિતાનું ચારિત્ર, ધંધે, કુળ અને નીતિને દૂષિત કરનારે તે મનુષ્ય શું કર્મ (કુકમ) કરતું નથી ? અર્થાત્ સર્વ જાતનાં કુકર્મોને કરે છે. ૧૩. જુગારી કઈ વખત પોતાના શરીરના અવયવને પણ દેશવટાની
શિક્ષા કરે છે. घ्राणकर्णकरपादकर्तनं, यद्वशेन लभते शरीरवान् । तत्समस्तसुखधर्मनाशनं, चूतमाश्रयति कः सचेतनः ॥१४॥
પૂર્વના પુણ્યના ભેગને લીધે જો કે પોતે સર્વાગવાળે છે તે પણ જે જુગારને વશ થઈ નાસિકા, કાન, હસ્ત, પાદ વિગેરેના કપાવાને પામે છે. અર્થાત્ છેવટ અંગેને પણ કપાવે છે, માટે સમગ્ર સુખે તથા ધર્મોને નાશ કરનાર એવા જુગારને, બુદ્ધિવાળે મનુષ્ય આશ્રય કરે? અર્થાત્ નજ કરે. ૧૪
* ડાકોરજીના મેળામાં એક માણસ જુગારમાં પોતાનું ભૂષણાદિ બધું ધન હારી ગયો ને છેવટે પિતાનું નાક કપાવવાનું કબુલ કરી તેણે રમત કરી તેમાં પણ હારી જવાથી છેવટે નાક કપાવ્યું. એવી કિવદંતી છે.
૪૦