________________
પરિવાર
ભૂતપ્રેતાદિ અnિg. . . દિવસે શિક ભૂત ન દે દેખે, શિદ અંધારી રાતે પે? શું બિયે બાપડું મન લેખે ! એ એક જણ આગળ આવે, પણ બે ત્રણ નિકટ કદિ નાવે, આનું કારણ શું સમજાવે? ડાકણ મનસા ને ભુત શંકા, એ ડાહ્યા જનના શિખ ડંકા, બહુ પ્રવિણ બની પઢિને પંકા. જે નજર પડે તે પડકારે, પાસે જઈ હિંમત ન હારે, એ માત્ર ભીતર ભય ભણુકારે. ભડકા ભાળે તે છેજ હવા, કુદરતના ખેલે નિત્ય નવા, પણ પ્રેત નથી આવ્યાં રમવા. ધુણનારીને નિજ વેમ નડે, ચાળા કરશે જે ચિત્ત ચડે, ભાળી ભ્રમણામાં શીદ પડે? છે કજિયે સાસુ સંગાતે, કાં કામ પડે કરવું હાથે, ઠિક ઢંગ શિખી ધુણવા જાતે. સિને એશિયાળા કરવાં છે, કાં મુખથી દુઃખ ઉચ્ચરવાં છે, 'કભાંડ અતી આદરવાં છે,
ધણિને બિવરાવાનું બહાનું, કાં જાર કર્મ કરવા છાનું વંચાવે છે પિથી પાનું. આવે એ યાર ભુવે થઈને, ભુત કાઢે ધૂપ ધીમે દઈને, પછિ લાગે રે નિત છુટ લઈને,
ક ૧૨ ભુત ભાગે જે ભાવેજ ભણે, હૈયામાંથી સો વેમ હણે, ઉપદેશ જ વલ્લભદાસતણે.
- ૧૩ સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ. વહેમથી ફેલાયેલા આવા ભય આગળ વધી બીજાં દુઃખ દેવાની સાથે છેવટ મરણનું કારણ પણ બને છે પણ તેવા પ્રસંગમાં મન મજબૂત રાખી પાકે તપાસ કરી મનને વહેમ ટાળી નાખવું જોઈએ. અગાધ મહિમાવાળા ઇશ્વર કે જે સર્વનું કલ્યાણ કરનાર છે તેનાપરજ ભરોસે રાખ એમ તાત્પર્ય છે.