________________
પરિચ્છેદ.
માંસાન્નતુલ્યમ'નુખ'ડન અધિકાર
૨૫૦
પાપના અનુષંગ ( સંખ'ધ) થાયછે એમ જે મનુષ્ય કહે છે તે પ્રત્યે મ્હારે ફ્રાંઈક કહેવું છે. ૩.
જે અન્નભાજી, તે અપદેષી છે.
ये माशिनः स्थावरजन्तुघातान्मांसाशिनो ये प्रसजीवघातात् । दोषस्तयोः स्यात्परमाणुमेर्वोर्यथान्तरं बुद्धिमतेति वेद्यम् ॥ ४ ॥
જે મનુષ્ય અન્નનું ભાજન કરનારા છે તેને સ્થાવર (ઘઊં, ખાજા, ચાખા વિગેરેના છેડ) રૂપ જંતુઓને નાશ કરવાથી (અથવા દાણા વિગેરૂથી) દોષ પ્રાપ્ત થાયછે અને માંસનું ભક્ષણ કરનારાઓને ત્રસકાય (પશુ વિગેરે) પ્રાણીઓને નાશ કરવાથી દોષની પ્રાપ્તિ થાયછે એમ માનીએ છીએ પરંતુ તે બન્નેના દોષમાં પરમાણુ ( રજકણુ ) અને મેરૂ પર્વત જેટલું અંતર છે એમ બુદ્ધિમાન પુરૂષે જાણવું જોઈએ. ૪.
તથા
अनाशने स्यात्परमाणुमात्रः, मशक्यते शोधयितुं तपोभिः । . मांसाशने पर्वतराजमात्रो, नो शक्यते शोधयितुं महत्त्वात् ॥ ५ ॥
અન્નના ભેાજનમાં જે રજકણુ માત્ર દોષ લાગે છે તે તપ આદિ ક્રિયાઆથી શેાધી શકાય છે એટલે તપ આદિના આચરણથી તે પાપમાંથી મુક્ત થઇ શકાય છે પરંતુ માંસભક્ષણ કરવામાં મેરૂ પર્વત સમાન જે દોષ છે તે જીવથી શાધી શકાય તેમ નથી. કારણકે દોષ અતીવ મહાન્ છે. એટલે તેમાંથી મુક્ત થઇ શકાતું નથી. પ.
માંસ તથા અન્ન સમાન નથી.
मांसं यथा देहभृतः शरीरं, तथान्नमप्यङ्गिशरीरतातः । ततस्तयोर्दोषगुणौ समानावेतद्वचो युक्तिविमुक्तमत्र ॥ ६ ॥
“ માંસ જેમ દેહધારી પ્રાણીનુ શરીર છે તેમ અન્ન પણ અંગધારીના શરીરપણાથી છે એટલે શરીરને પાષણુ કરેછે અગર સ્થાવર પ્રાણીરૂપે રહેલું છે. તેથી તે અન્ન તથા માંસના ગુણદોષ સમાન છે” આમ તું કહેતા હતા પણ તારૂં અત્ર આ વચન યુક્તિવિરૂદ્ધ છે. .
માંસ તથા શરીરમાં ભેદ છે.
मांसं शरीरं भवतीह जन्तोर्जन्तोः शरीरं न तु मांसमेव । यथा तमालो नियमेन वृक्षो, वृक्षस्तमालों न तु सर्वथापि ॥ ७ ॥
''
૩૩