________________
રપર ' વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. અષ્ટમ એકાન્તમાં હિંસા કાર્ય કરનારને પણ નરકની પ્રાપ્તિ થાય છે ત્યારે દેવની સાન્નિધ્યમાં હિંસા કરનાર કેમ નરકમાં ન પડે?
અનુષ્ટ્રમ્ (૧ થી ૪). देवानामग्रतः कृला, घोरं प्राणिवधं नराः। .
ये भक्षयन्ति मांसं च, ते व्रजन्त्यधमां गतिम् ॥ १॥ જે લેકે દેવતાઓની આગળ પ્રાણીઓ (પાડા, બકરા વિગેરે) વધ (હિંસા) કરી તેઓના માંસનું ભક્ષણ કરે છે તેઓ અધમ (નારકી) ગતિને પ્રાપ્ત થાય છે. ૧. વૃતાદિ પવિત્ર ભેગને સ્વીકાર કરનાર દેવતાઓ
માંસભક્ષણ નથી જ કરતા. अमेध्यवादभक्ष्यसान्मानुषैरपि वर्जितम् । . दिव्योपभोगान्भुञ्जन्तो, मांसं देवा न भुञ्जते ॥ २॥
પુરાણ.
અપવિત્ર અને અભક્ષ્ય છે એવા હેતુથી મનુષ્યએ પણ માંસને ” ત્યાગ કરી દીધો છે. ત્યારે દેવતાઓ તે દિવ્ય (અમૃતાદિ) ભેગને ભેગવવાવાળા છે (માટે માંસનું ભેજન કેમ કરે ?) એટલે દેવતાઓ માંસભક્ષણ કરતા નથી એમ સિદ્ધ થાય છે. ૨. '
પ્રાણીવધથી સ્વર્ગ કે સુખ મળતું નથી. अकृता प्राणिनां हिंसां, मांसं नोत्पद्यते कचित् । न च प्राणिवधः स्वय॑स्तस्मान्मांसं विवर्जयेत् ॥ ३ ॥
" મનુ. પ્રાણીઓની હિંસા કર્યા સિવાય કઈ દિવસ માંસ ઉત્પન્ન થતું નથી ત્યાં વારી શંકા કરે છે કે સ્વર્ગાદિકની ઈચ્છા રાખી દેવતાના ઉદેશથી હિંસા કરી માંસભક્ષણ કેમ ન કરવું? ઉત્તરમાં જણાવે છે કે-પ્રાણીઓના વધથી સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી માટે માંસને ત્યાગજ કરે. ૩. માંસભક્ષણનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રકર્તઓ મૂર્ખ છે.
मांसलुब्धैरमर्यादैर्नास्तिकैः स्तोकदर्शिभिः । कुशास्त्रकारैःयात्याद्, गदितं मांसभक्षणम् ॥ ४ ॥
પુરાણ,