________________
AAAAAAAAAAAAAAAAAAA
પરિરછેદ. સામાયિકવ્રત–અધિકાર.
૭૫ મુજબની ભલી ચીજે મેળવી શકે અને તે બીજાઓને આપી શકે, માટે તેને અદ્દભુત શક્તિવાળા લાંબા હાથ આપવામાં આવ્યા છે અને માણસ બે વખત સાંભળીને, બે વખત નજરે જોઈને, એક વખત બોલે તે માટે તેને બે કાન, બે આંખ અને એક જીભ આપવામાં આવી છે; પણ આપણે એથી ઉલટીજ રીતે વરતીએ છીએ. પૂરું સાંભળ્યા વિના અને પૂરું જેયાવિના અભિપ્રાય આપીએ છીએ. પણ એ કેવું ખોટું છે? એથી વિના કારણે આપણે કેટલા બધા પાપમાં પડીએ છીએ?
(કુદરતે) બહુ વિચારીને જ આપણું જીભ ટૂંકી બનાવેલી છે અને તેને તેવીજ રાખવામાં ફાયદો છે, તેને લાંબી વધારવામાં ફાયદે નથી, એમ સમજીને જ અસલના ઋષિ મુનિવ્રત લેતા હતા ને તે સારૂજ પુરાણમાં (જાના ગ્રંથોમાં) મુનિવ્રતનું બહુ માહામ્ય કહેલું છે. આપણામાં પણ કહેવત છે કે, “ન બેલ્યામાં નવ ગુણ” જે કે આપણને બેભાવિના ચાલે તેમ નથી, તોપણ જીભને કાબુમાં રાખવાથી જીભથી થતાં પાપોથી બચાય છે, માટે ભાઈઓ! જીભ ટૂંકી અને હાથ લાંબા રાખે, એટલે કે બકબકારે ન કરે. જરૂર જેટલું બેલે-પાળી શકે તેટલું બેલ-ખાત્રી કરીને બેલે અને હાથ લાંબા રાખે એટલે કે પરમાર્થ કરો. * એજ આપણી ફરજ છે.
આવી રીતે પાપમાંથી નિવૃત્ત થવા તથા પાપના પ્રેરક પણું ન થવાને ઇસારે કરી આ અનર્થદંડવત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-૭, સામાચિવવ્રત-અધિકાર.
-
કે અનર્થમાંથી બચવા માટે સામાયિકની જરૂર છે તેથી સામાયિક એટલે
Mછે. સમતા અર્થાત્ શ્રાવકોએ સર્વ ઇન્દ્રિયોના વિષયથી દૂર રહી જે બે ઘડી માત્ર પોતાના ઈષ્ટદેવ ભગવાનનું ધ્યાન કરાય છે. અથવા સ્વાધ્યાયાદિ કરાય છે તે સામાયિકવ્રતનું દિગ્દર્શન અત્ર ટુંકમાં કરાવવામાં આવ્યું છે. કારણકે પાપથી નિવૃત્ત થવાને તેમજ પાપથી દૂર રહેવાનું અને પાપના કોઈ પણ રીતે પ્રેરક પણ ન બનવા માટે તે બહુ આવશ્યક છે તેથી તેને શ્રાવકે પિતાના લક્ષમાં લઈ તે ઘતમાં તત્પર રહે, જેને માટે આ અધિકારનો આરંભ કરવામાં આવે છે.