________________
બે-બેલ.
કેઈને આ પ્રકારનું વિચાર-સાહિત્ય વસમું લાગે આકરૂં લાગે. કડવી દવા પીનાર કેવું મોઢું કરી નાંખે ! તેમ આનાથી પણ થાય. પણ સમાજ-સંશોધનની ભાવના પર એ સહી લેવું જ રહ્યું. હજુ તો કઈ કઈ પાંદડું હાલે છે, પણ કાતિને ગગનભેદી ખળભળાટ હવે દૂર નથી.
મોટું દેખીને તિલક કરનાર, સુધારક નથી. મિયાંની ચાંદે ચાંદ કહેનાર ખુશામદીય છે. અન્તર્નાદને અવગણ બીજાને મીઠું મનવવું એ માખણીયા ભગતનું કામ છે. “હા-છ” આએની દાનત તે એવી હેાય કે
“ વર મરે કે વહુ મરે.
ગોર મહારાજનું ભાણું ભરો.” સમાજ-કલ્યાણને અનુકૂળ જે પિતાને જણાય તેનું નિખાલસપણે પ્રતિપાદન કરવું એમાં સુધારકની કરી છે. એ કામ ભારે દુષ્કર છે. એમાં આખા સમાજને અણગમો સહવાની ધીરતા જોઈએ છે. એવા કેટલાકીણું માર્ગના પ્રવાસી દેશદ્વારક-ધર્મોદ્ધારક મહાપુરૂષોને ભૂરિ ભૂરિ નમન છે.
પણ હું તે અત્યારે એ જોઈ રહ્યો છું કે, આવા વિચારોને રસ-પૂર્વક સાંભળનારા, સાંભળવાનું પસંદ કરનારાઓની સંખ્યા બહુ મહેટી છે; જેમાં નવ યુવક અને નવ-શિક્ષિત સમાજ તે લગભગ આખેય આવી જાય છે. ઉપરાંત વાદ્ધો, વિચાર-વૃહો, વિવા-વૃદ્ધો અને ઉંચી ડિગ્રી ધરાવનારાઓ પણ મહેટી સંખ્યામાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com