Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 11
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) બાવાજી કહે છે કે હવે શું કરશું? કેમ બચશું? અમારે ત બાયડી - છોકરા - કુટુંબ બધાનો એક સમયે નાશ થવાનો વખત આવ્યો છે. તમે પણ પરદેશી વિચરતા અહીં આ ધર્મશાળામાં પધાર્યા અને આવું ભયંકર કષ્ટ આવી, પડ્યું. હવે બચવાનો કોઈ ઉપાય બતાવો. તે સાંભળી મહારાજશ્રીએ તેને અતિશય ધીરજ આપીને પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન કરવા ભલામણ કરી અને કહ્યું કે આ સમયમાં રૂદનપાત કરવું યોગ્ય નથી, પણ પરમાત્માનું ધ્યાન લગાવો. તેથી સૌ સારું થશે. આ સાંભળી બાવાજી પરિવાર સાથે એકચિત્તે પરમાત્મા પાર્શ્વનાથનું ધ્યાન કરવા લાગ્યો. તે દરમ્યાન બાવાજીનો એક છોકરો લગભગ તેર વર્ષની ઉંમરનો, વાંસની નીસરણી લઈ પાણી જોવાની ઇચ્છાથી વંડીએ નીસરણી મૂકી ત્યાં ઉપરનું છજુ પડતાં અને પાણીના પ્રવાહનું જોર થતાં છોકરો નીચે પડી ગયો. ઘણો માર વાગ્યો ને બાવાજીએ તેનો પગ ખેંચીને બચાવી લીધો ને દીકરાને વઢવા લાગ્યા ત્યારે પૂ. મહારાજશ્રીએ સમતા રાખવા કહ્યું ને ભજનમાં જરાપણ ભંગ ન પડે તેમ પાર્શ્વનાથ ભગવાનની ધૂન લગાવવા કહ્યું. બધા એકચિત્તે પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન કરવા માંડ્યા. આયુષ્યનું બળ અને પ્રભુના સ્મરણનો પ્રભાવ. જેથી પાણીનું જોર ઘટવા લાગ્યું. લગભગ રાત્રિના ચારેક વાગ્યા અને પાણી તદ્દન ઓછું થઈ ગયું, પણ ધર્મશાળા ફરતી વંડી પડી ગઈ, દરવાજા વગેરે સર્વ પડી ગયું. બાવાજી રાજી-રાજી થઈ ગયા કે આ સંતોના પ્રતાપથી અને પ્રભુના ભજનથી અમે બચી ગયા. સવાર પડી. ગામના માણસો ટોળેટોળા ઢીંચણ સુધીના પાણી વટાવતા તે ધર્મશાળામાં આવ્યા કે ધર્મશાળામાં રહેલા મનુષ્યોનું શું થયું એ જોઈ આવીએ. રાત્રે આવેલા પાણીની હકીકત પૂછી તો બાવાજી કહે છે કે અમારે ઘેર સંતો પધાર્યા. એના પ્રતાપે અમે સહુ બચ્યા છીએ. લોકોએ ભજનનો (૧૯). -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) તથા સંતોનો ચમત્કાર જાણ્યો, બધા આવી મુનિઓના પગમાં પડ્યા અને આહાર-પાણી માટેનો આગ્રહ કર્યો. મુનિશ્રીએ કહ્યું કે અમારે માટે બનાવેલ આહાર અમારે લેવાય નહીં, કાચા જળને અમારે અડાય નહીં તેમજ પાણીમાં ચાલી અન્ન-પાણી લેવા જવાય નહીં. ધર્મશાળા ફરતું પાણી ભરેલું હતું. ત્રણ દિવસે પાણી સુકાણું.. કેડી ચોખ્ખી થઈ. ગામમાં જવાનો રસ્તો ખુલ્લો થયો. પછી મુનિશ્રી ગામમાં ગૌચરી-પાણી લેવા ગયા. ત્રણ દિવસના ચૌવિહાર ઉપવાસ થયા. આવેલ પાણીના પરિષહને પૂ. મહારાજશ્રીએ સમતાભાવપૂર્વક સહન કર્યો હતો. સંવત ૧૯૬૬ ની સાલમાં બગસરા ચાતુર્માસ પછી પૂ. માણેકચંદ્રજી મ. સાહેબે મુંબઈના શ્રાવકો તથા સંધોની વારંવારની વિનંતી તથા મુંબઈ બિરાજિત ગોંડલ ગચ્છના તપસીજી પૂ. માણેકચંદ્રજી મ.સા. ના અતિ આગ્રહને લક્ષમાં રાખી મુંબઈ તરફ વિહાર શરૂ કર્યો. અંકલેશ્વરથી વિહાર કરી પૂ. મહારાજશ્રી કીમ-કોસંબા તરફ જવાના ભાવથી નીકળ્યા, પરંતુ રસ્તામાં આકાશમાં ઘેરા વાદળો ઘેરાયા ને જાણે હમણાં ધોધમાર વરસાદ વરસશે એવું લાગતા પાનોલી ગામમાં ઉતારા માટે જગ્યા શોધતાં એક મારવાડીનું ઘર હતું તેમાં પ્રવેશ કરતાં પૃચ્છા કરી, પણ ભાઈ ધર્મદ્વિષી હતા. સંતને જોઈ ક્રોધ કષાયનો ઉદય થયો ને કહે છે, “સાલા ઢુંઢીયા! નીકળ બહાર...' એમ કહેતા ખૂબ પ્રહાર કરવા લાગ્યો. એમ ચાર વાર પ્રહાર કરતાં કરતાં ઘરની બહાર કાઢ્યા. મુનિશ્રી આક્રોશ પરિષહને અદીનભાવે સહન કરી ત્યાંથી વિહાર કરી આગળ કીમ તરફ પધાર્યા. સ્ટેશન પર જઈ ઉતારા માટે પૃચ્છા કરતાં જવાબ મળ્યો કે અહીં ઉતારો તો આપીએ છીએ પરંતુ આજે પ્રાંત સાહેબનો ઉતારો છે માટે તમને જગ્યા (૨૦)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109