________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
લાગ્યું કે જે છોકરીને હું ન ભોગવી શક્યો તેને બીજા કેમ ભોગવે !
સુભદ્રાની કતલ કરી પોતાની જાન બચાવવા ચિલાતપુત્ર ભાગવા લાગ્યો. તેની પાછળ રાજા શ્રેણિક અને તેના સૈનિકો દોડી રહ્યા હતા. ચિલાતપુત્રે વૈભાર પર્વત ઉપર મુનિરાજના સંઘને બિરાજમાન થયેલો જોયો. તેના અંતરમાં ધર્મનો સૂર્ય ઊગ્યો અને તેને મુનિદત્તજી પાસે વ્રતગ્રહણ કરવાની યાચના કરી.
મહારાજ મુનિદત્તજીએ ચિલાતપુત્રને જિનદીક્ષા આપતા સમાધિમરણનું વ્રત આપ્યું. આ બાજુ રાજા શ્રેણિક પણ ચિલાતપુત્રનો પીછો કરતા વૈભાર પર્વત ઉપર આવ્યા. મુનિદત્તજી પાસે ચિલાતપુત્રે દીક્ષા લીધી છે તે જાણ્યું અને શ્રદ્ધા સહિત તેમને વંદન કર્યા અને પોતાના સૈનિકો સાથે રાજગૃહી પાછા
આવ્યા.
પૂર્વકર્મ પોતાનું ફળ આપ્યા વિના રહેતું નથી. પૂર્વ પાપકર્મ પોતાના ઉદયમાં આવી રહ્યા હતા. પોતાની વાસનાની તૃપ્તિ અને વિવાહની લાલચમાં જે સુભદ્રા નામની કન્યાનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી તે સુભદ્રા અકાળે મરણના કારણે વ્યંતરી થઈ હતી. તે આ વનમાં વિચરણ કરતી
હતી.
વ્યંતરીએ જોયું કે અરે આ તો તે રાજકુમાર ચિલાતપુત્ર છે કે જેણે મારું અપહરણ કર્યું હતું. તે મુનિ ચિલાતપુત્રની નજીક આવી અને તેને ગત જીવનની અપહરણથી મૃત્યુ સુધીની સંપૂર્ણ ઘટના ચલચિત્રની જેમ દેખાવા લાગી. વ્યંતરી દેવીએ પોતાની વિદ્યાથી ચીલનું રૂપ ધારણ કર્યું. ચીલ સ્વરૂપ ધારિણી વ્યંતરી મુનિ ચિલાત પુત્રના મસ્તક ઉપર આવીને બેઠી અને પોતાની ધારદાર ચાંચથી તેમના મસ્તક, ભાલ પ્રદેશ, આંખો અને કાન પર આઘાત કરવા લાગી. દરેક આઘાત બાદ તેને ક્રૂર આનંદની અનુભૂતિ થતી હતી. તેને એક રાક્ષસી આનંદ (૧૪૩)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
અને સંતોષ થતો હતો. ચાંચ મારવાથી મુનિના શરીરમાંથી રક્તધારા ફૂટતી હતી તે વહેતા રક્તને જોઈને તે મનમાંને મનમાં ફુલાતી હતી અને કહેતી હતી - ‘લે દુષ્ટ, જેમ તેં મને મારી હતી, મારું રક્ત વહાવ્યું હતું તેમ હું તને મારીશ. રક્તથી સ્નાન કરાવીશ, લે હવે તારી આંખો કે જેમાં વાસનાઓના નાગ લહેરાતા હતા. તેને જ તારા શરીરથી અલગ કરી રહી છું.” આમ, કહેતા જ તેણે મુનિની બન્ને આંખો ફોડી નાખી. આંખોમાંથી રક્તની ધારા વહેવા લાગી.
“લે આ કાનોનું અસ્તિત્વ ધૂળ કરી દઉં છું, જેણે મારા રુદનને સાંભળ્યું નહોતું. જે સારું સાંભળવા માટે તૈયાર નહોતા.” આમ વિચારતા તેણે તેના કાનોને કાપી નાખીને તેના પડદા ચીરી નાખ્યા.
“દુષ્ટ આ મુખથી તેં મને ગાળો આપી હતી.” ચીલે મુનિના મુખ પર અનેક વાર ચાંચોથી વાર કરી તેને વિકૃત બનાવી દીધું.
આ પ્રકારે તેના હાથ, પગ, પીઠ, પેટ, શરીરના તમામ ભાગોને પોતાના તીક્ષ્ણ પ્રહારોથી ક્ષત-વિક્ષત કરી દીધું. મુનિ ચિલાતપુત્રનું પૂરું શરીર રક્તની ધારાઓથી રંગાઈ ગયું. તેમની આ હાલત જોઈને વ્યંતરી હર્ષનાદ
કરી રહી હતી.
વ્યંતરી ક્યારેક ચીલનું, ક્યારેક ઝેરી માખીનું, ક્યારેક અન્ય ઝેરી જંતુઓનું રૂપ ધારણ કરી તેમના શરીરને અપાર વેદના પહોંચાડતી હતી.
ચિલાતપુત્રને આ સંકટ કે પીડા જેવો કોઈ અનુભવ જ થતો નહોતો !
જેમ જેમ તેના ઉપર ચાંચોનો આધાત થતો ગયો તેમ તેમ તેની દઢતા અનેક ઘણી વધતી ગઈ. તે આત્મામાં અધિક લીન થવા લાગ્યો. દરેક ચોટ તેની દઢતા વધારતી હતી. તે અધિકાધિક આત્મા સાથે જોડાતો હતો. દેહ સાથે તેનો સંબંધ તૂટી ગયો. સમાધિમાં લીન ચિલાતમુનિ દેહથી પર થઈ ગયા. વ્યંતરીનો (૧૪૪)