________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો કે જઈ જૈન ધર્મના બાહ્ય આચારનું સેવન કરવા લાગ્યો, કપટરૂપથી શ્રાવક બન્યો અને જિનદાસને પોતાની માયાજાળમાં ફસાવ્યો. જિનદાસ બુદ્ધદાસની ધાર્મિક ક્રિયાઓ જોઈ એને સાચો શ્રાવક માન્યો અને સુભદ્રા માટે યોગ્ય વર જાણી તેની સાથે સુભદ્રાનું પાણિગ્રહણ કર્યું. બુદ્ધદાસ થોડો સમય વસંતપુરમાં રહી પછી સુભદ્રા સાથે ચંપાપુરીમાં આવ્યો.
થોડા વખતમાં જ સુભદ્રાને ખબર પડી ગઈ કે બુદ્ધદાસ જૈન ધર્મી નથી પણ બુદ્ધધર્મી છે, પરંતુ જેના હૃદયમાં જૈનધર્મના સુદૃઢ સંસ્કારો છે, જેની શ્રદ્ધા અરિહંત પરમાત્મામાં અડગ છે તે વિચારે છે, ‘ભાવિ પ્રમાણે જે બનવાનું હતું તે બન્યું, પરંતુ મારે હવે મનોબળ કેળવીને મારો ધર્મ ત્યાગવો નથી, હું મારા ધર્મમાં અડગ રહીશ.' આમ વિચારી દેવી સુભદ્રાએ પોતાનું ધર્મધ્યાન ચાલુ રાખ્યું. તેથી તેની સાસુ તેના પર રોષે ભરાતી, તેને અપશબ્દ કહેતી અને એના દોષો શોધવાનો પ્રયત્ન કરતી.
એક વખત એક તપસ્વી મુનિરાજ દેવી સુભદ્રાને ત્યાં ગોચરી માટે પધાર્યા. એણે પ્રમોદભાવે મુનિને આહાર વહોરાવ્યો. તે વખતે તેણે મુનિના આંખમાં રહેલું તણખલું જોયું અને મુનિને ચક્ષુને લીધે થતી વ્યથા જાણી. દેઢ ભક્તિવાળી એવી દેવી સુભદ્રાએ વિચાર્યું, ‘મુનિ તો નિઃસ્પૃહી છે, પરંતુ મારું કર્તવ્ય છે કે તેમની આ વેદના દૂર કરવી.’ એમ વિચારી પોતાના જીભ વડે મુનિના આંખમાંથી તણખલું દૂર કર્યું, પરંતુ તેમ કરતાં સુભદ્રાના કપાળમાં જે કુમકુમનો ચાંદલો હતો તે મુનિના લલાટે લાગી ગયો. મુનિ તો આહાર લઈને નીકળી ગયા પરંતુ નીકળતી વખતે સુભદ્રાના સાસુએ એ તિલક જોયું અને દેવી સુભદ્રાને ન કહેવાના શબ્દો કહ્યા, તેટલું જ નહીં, પોતાના પુત્ર બુદ્ધદાસના કાન ભંભેર્યા કે તારી પત્ની કુલટા છે, આપણા ઘરને લાયક નથી. દેવી સુભદ્રાને
(૧૫૩)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) માથે કલંક આવ્યું. નિર્દોષ સાધુ અને પોતાના માથેનું કલંક દૂર કરવા સતીએ અઠ્ઠમ તપ કરી કાયોત્સર્ગમાં સ્થિર થયા. તેમના શીલ અને સત્યના પ્રભાવે ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા અને એને વરદાન માગવાનું કહ્યું. સુભદ્રાએ કાયોત્સર્ગ પાળી ચક્રેશ્વરીને નમન કરીને બોલી, “મને કોઈ ભૌતિક સાધનની ઇચ્છા નથી, પરંતુ મારા પર અને ધર્મ પર કલંક આવ્યું છે. મને તેમજ નિર્દોષ તપસ્વી મુનિને મારા સાસુ અને પતિ દોષિત ગણે છે. માટે હે ભગવતી, જિનશાસન પર આવેલા આ કલંકનું અપનયન કરો.” શાસનદેવીએ સતી પર લાગેલ કલંકનું નિવારણ કરવાનું નક્કી કર્યું. સવારના દ્વારપાળ ચંપાનગરીના દરવાજા ખોલવા ગયો, પણ ખુલ્યા નહીં. ઘણો પ્રયત્ન કર્યા છતાં પણ ન ખુલતા રાજા અને પ્રજા વ્યાકુળ થઈ ગયા. એટલીવારમાં આકાશવાણી થઈ કે, “જે સતી સ્ત્રી હોય તે કાચા સુતરના તાંતણેથી ચાળણી બાંધીને તેને કૂવામાં નાખે, તે વડે પાણી કાઢે અને તે પાણી જો દરવાજા પર છાંટે તો દરવાજા ઉઘડશે.' આ આકાશવાણી સાંભળી રાજાએ જાહેરાત કરી કે જે કોઈ સતી સ્ત્રી હોય તે ચાળણીમાં જળ ભરી દરવાજા પર છાંટે. આ સાંભળી ઘણી સ્ત્રીઓ જેમકે રાજાની રાણીઓ, ચંપાનગરીની શેઠાણીઓ કૂવા કાંઠે આવી અને ચાળણી વડે પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો પણ બધાના પ્રયત્નો નિષ્ફળ ગયા. સતી સુભદ્રાએ પણ આ જાહેરાત સાંભળી એટલે એણે સાસુ પાસે દ્વાર ઉઘાડવા જવાની આજ્ઞા માગી. સાસુએ રજા આપવાના બદલે ઘણા અપશબ્દો કહ્યા. સુભદ્રાએ એને જરા પણ મનમાં લગાડ્યા વગર એ કૂવા પાસે ગઈ. નવકાર મંત્રનું સ્મરણ કરતા કાચા સૂતરને તાંતણે ચાળણી બાંધી શાસનદેવીનું સ્મરણ કરીને બોલી, | ‘જો હું શુદ્ધ શીલધારી હોઉં તો કૂવામાંથી જળ નીકળો' અને લોકોના અજાયબી વચ્ચે ચાળણી ભરી જળ કાઢ્યું અને નગરીના વારાફરતી એક એક દ્વાર પર
(૧૫૪)