________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સુદર્શન શેઠ અને સિંહશ્રેષ્ઠીની કથા
- મીતાબહેન કેતનકુમાર ગાંધી
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - તેઓ બોલ્યા, “વત્સ! તું હજી સુધી ભિક્ષા લેવા ગયો નથી ?”
“ગુરુદેવ હું ક્યાં જાઉં?” એમ પૂછતા પિતામુનિએ કહ્યું, “જો , આ જંગલમાં અનેક વૃક્ષો છે. આ વૃક્ષોથી ભરેલી ઝાડીમાં અનેક મનુષ્યો વાસ કરે છે, તું ત્યાં જઈશ તો તેઓ તને ભિક્ષા આપશે.” તહત્તિ કહીને હસ્તિભૂતિ વૃક્ષોની ઝાડી પાસે જઈને ઊભા. તેઓ ઉચ્ચસ્વરે ધર્મલાભ બોલ્યા. ઝાડીમાંથી એક હાથ બહાર આવ્યો. એ હાથ દ્વારા અપાતી ભિક્ષાને મુનિએ ગ્રહણ કરી. આમ દિવસો સુધી મુનિ આ રીતે ભિક્ષા લેતા રહ્યા.
દિવસો વીતવા લાગ્યા. મહિનાઓ વીતવા લાગ્યા. ભોજકટમાં દુકાળ પડ્યો. ભોજકટમાં આવેલ મુનિઓએ પાછા ઉજજયિની તરફ જવા પ્રયાણ કર્યું. માર્ગમાં એ જ અટવી આવી. અટવીના મધ્યભાગમાં આવતા હસ્તિભૂતિના દર્શન થયા. હસ્તિભૂતિથી છૂટા પડવાને લગભગ એક વર્ષ થઈ ગયું હતું. હસ્તિભૂતિને જોતા જે તેઓએ પૂછ્યું, “અરે હસ્તિભૂતિ! પિતામુનિ ક્યાં છે? શું તેઓ હજી જીવે છે ?” જયાં હસ્તિભૂતિ પિતામુનિ પાસે મુનિઓને લઈ ગયા... ત્યાં તો હસ્તિમિત્રનું શબ પડ્યું હતું. હસ્તિભૂતિ તો આ જોતા જ હબક ખાઈ ગયા.
હસ્તિભૂતિએ સાથી મુનિઓને માંડીને બધી જ વાત કરી. મુનિઓએ કહ્યું, “હસ્તિભૂતિ ! આ બધી દેવાયા હતી. તારા પ્રત્યેના પ્રેમથી પિતામુનિ અત્રે આવ્યા હશે, આટલા દિવસ એમણે તારી રક્ષા કરી. ચાલ, હવે તું અમારી સાથે આવ.” હસ્તિભૂતિએ મુનિઓની સાથે અટવી પાર કરી.
જે રીતે પિતામુનિ હસ્તિમિત્રએ તથા અટવીમાં મને ભિક્ષા મળશે કે નહિ? એવો વિચાર મનમાં લાવ્યા વગર પુત્રમુનિ હસ્તિભૂતિએ સુધા પરિષહને સહન કર્યો, પણ સાધુધર્મ વિરુદ્ધ આચરણ ન કર્યું તેમ સહુ સાધુઓએ શ્રુધા પરિષહ ઉપર વિજય મેળવવો જોઈએ. સંદર્ભઃ જૈન આગમ ગ્રંથો, તત્ત્વાર્થ સૂત્ર તથા હસ્તિમિત્ર કથા
(૧૯૩)
(જૈનદર્શનના અભ્યાસુ મીતાબહેન ગુજરાત વિધાપીઠ અમદાવાદના આંતરરાષ્ટ્રીય જૈનવિધા અધ્યયન કેન્દ્રમાં જૈનસાહિત્ય સંશોધન કાર્યમાં રોકાયેલા છે.)
પરિષહનો સામાન્ય અર્થ છે : “સમભાવે દુ:ખ સહન કરવું.” શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં પરિષહની વ્યાખ્યા કરતાં જણાવવામાં આવ્યું છે કે,
સમ્યગુદર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે તે માટે અને નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરિષહ છે.” પરિષહ એટલે કર્મનિર્જરા માટે ઇચ્છાપૂર્વક સારી રીતે સહન કરવું તે – સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષધા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને સમ્યકત્વ એમ બાવીસ પરિષહો છે. આ બાવીસમાં સમ્યકત્વ પરિષહ અને પ્રજ્ઞા પરિષહ મોક્ષમાર્ગમાં સ્થિરતા માટે અને બાકીના વીસ પરિષહો નિર્જરા માટે સહન કરવાના છે. સ્ત્રી પરિષહઃ શ્રી સુદર્શન શેઠ
શીલનો આદર્શ રજૂ કરવા માટે મુખ્યત્વે પુણ્યાત્મા શ્રી સુદર્શન શેઠનું નામ લેવામાં આવે છે. પ્રાતઃ સ્મરણમાં પાંચ શીલવંતોના નામ લેવામાં આવે છે તેમાં પણ સુદર્શન શેઠનું નામ લેવામાં આવે છે. જયારે સુદર્શનશેઠને સ્ત્રી પરિષહને કારણે કસોટીએ ચઢવું પડ્યું ત્યારે તેમણે જે મક્કમતા દાખવી અને સદાચારના સેવનમાં લેશમાત્ર પણ ખુલના ન થવા દીધી અને પોતાના આત્મ સામર્થ્યના બળે તેમણે સ્ત્રી પરિષહને જય કર્યો, તેની કથા આ પ્રમાણે છે :
(૧૯૪)