Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 104
________________ ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો ઉપસર્ગ શબ્દ ‘૩પ’ઉપસર્ગ અને ‘સ્ન’ ધાતુથી બનેલો છે. તેનો અર્થ વિઘ્ન, આધિ, વ્યાધિ, બીમારી કે આફત થાય છે, પરંતુ જૈન સાહિત્યમાં બીજા વડે કરાયેલા ઉપદ્રવને ઉપસર્ગ કહે છે. શ્રી હેમચંદ્રાચાર્યે ‘અભિધાન ચિંતામણિ’ માં ‘ઉપસર્ન ઉપદ્રવ’ એવો અર્થ કર્યો છે. (કાંડ-૨, શ્લોક-૩૯) ઉપસર્ગો ત્રણ પ્રકારના મનાયેલા છે. (૧) દેવતાકૃત (૨) મનુષ્યકૃત અને (૩) તિર્યંચકૃત. ચોથો ઉપસર્ગ આત્મસંવેદનીય ગણાવી શકાય. મનુષ્યકૃત ઉપસર્ગોમાં ઉદયન રાજર્ષિની કથા ઉદાહરણ રૂપ છે. કથા : શ્રી મહાવીર પ્રભુ રાજગૃહી નગરીએ પધાર્યા, ત્યાં દેશના સાંભળવા આવેલ અભયકુમારે એક ઉત્કૃષ્ટ મુનીશ્વરને જોઈને તેમને વિશે (એ રાજર્ષિ ઉદયન વિશે) પ્રભુને પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે મુનીશ્વર વીતભય નગરીના રાજા હતા. પોતાના ભાણેજ કેશીને રાજગાદી આપી દીક્ષા લીધી છે, અને એ છેલ્લા રાજર્ષિ છે. તેમણે એક વખત એવો મનોરથ કર્યો કે ‘જો પ્રભુ પધારે તો તુરત દીક્ષા લઉં.’ તેવામાં પ્રભુ સવારમાં જ સમોસર્યા અને દેશના સાંભળી દીક્ષા લીધી. એ સાંભળી અભયકુમારે રાજર્ષિને વંદન કર્યું. એ મુનીશ્વર વિહાર કરતા અનુક્રમે તે જ વીતભય નગરમાં રોગશાંતિ માટે ભાણેજના શહેરમાં આવ્યા. ભાણેજે ભક્તિ કરી પણ ‘પાછું રાજ્ય લેવાની ઇચ્છાથી આવ્યા છે’ એમ પ્રધાનોના સમજાવવાથી તેણે દહીંમાં વિષ આપ્યું. દેવે બેવાર તે સંહરી લીધું અને દહીં ખાવાની ના પાડી, છતાં રોગના ઉપદ્રવને લીધે દહીં છોડી શક્યા નહીં, એક વખત દૈવથી ગફલતથી ભાવિભાવને લીધે વિષ ચડ્યું, પરંતુ (૨૦૫) (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો તે વિષ ખાસ અસર ન કરી શક્યું અને એ ઉદયન રાજર્ષિ ધ્યાનમાં લીન થઈ કેવળજ્ઞાન પામી, આયુષ્ય સમાપ્ત થયે મોક્ષમાં ગયા. આવેલા પરિષહોને અને ઉપસર્ગોને છદ્મસ્થ અને નિગ્રંથ સમ્યક્ પ્રકારે સહન કરે છે, કારણ કે તે વિચારે છે કે – આ ઉપસર્ગ કરનારો જીવ પોતાના કર્મના ઉદયને વશ થઈને ઉન્મત્ત થયેલો છે. તેથી મને વઢે છે, મારી મશ્કરી કરે છે, મને બાંધે છે કે મને હેરાન કરે છે. - મારા જ પૂર્વકર્મનો ઉદય થયો હશે. – જો હું સમ્યક્ રીતે સહન કરીશ તો જ મારા કર્મની નિર્જરા થશે. - મને આ રીતે સમ્યક્ પ્રકારે ઉપસર્ગ - પરિષહને સહન કરતો જોઈને બીજા શ્રમણો - નિગ્રંથો મારી દેખાદેખી કરીને સમ્યક્ રીતે તેને સહન કરશે. (સ્થા. ૪૦૯) જેને અંતરંગ શત્રુઓ કામ-ક્રોધ-લોભાદિ ઉપર વિજય મેળવવાની સાધના કરવી હોય તેને આ ઉપસર્ગ સમતાભાવે સહેવા જોઈએ. ભગવાન મહાવીર આવા ઉપસર્ગ સહીને જ વીતરાગ - સર્વજ્ઞ બન્યા. ઉપસંહાર : ભગવાન મહાવીરની ધર્મ પ્રરૂપણાના મુખ્ય બે અંગો છે - અહિંસા અને કષ્ટ સહિષ્ણુતા. કષ્ટ સહન કરવાનો અર્થ શરીર, ઈન્દ્રિય અને મનને પીડવાનો નથી, પરંતુ અહિંસા વગેરે ધર્મોની આરાધનાને સ્થિરપણે ટકાવી રાખવાનો છે. એટલે કે પરિષહ અને ઉપસર્ગ સહન કરવાથી સ્વીકૃત અહિંસા વગેરે ધર્મોની સુરક્ષા થાય છે. જૈનસાધુ અનાદિ સમયથી પરિષહજયી રહ્યા છે. સંસારના ભોગ (૨૦૬)

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109